સમાઘોઘા, તા. 19 : સમાઘોઘા છ કોટિ જૈન સંઘમાં
ચાતુર્માસ બિરાજતા અજરામર સંપ્રદાયના આચાર્ય
પ્રકાશચંદ્રજી સ્વામી આદિ ઠાણા-પના સાનિધ્યમાં ભ. મહાવીર નિર્વાણદિનની છઠ્ઠ તપની આરાધના
સાથે તિથિ તપ-ત્યાગથી ઊજવવામાં આવી હતી. પાંચ દિવસ સુધી ભગવાન મહાવીરના જીવન-ચરિત્ર
ઉપર પ્રકાશ પાડયો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય તથા જીતોના ચેરમેન તત્વચિંતક પંકજભાઈ
મહેતાનું રાત્રે પ્રવચન યોજાયું હતું. છ કોટી જૈન વાડી ખાતે પ્રવચન આપતા શ્રી મહેતાએ
કહ્યું જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિના સંસ્કાર જાળવવા માટે ચાર માની વાત કરી જીવનમાં
ઉતારવા અનુરોધ કર્યો હતો. જનેતા પ્રથમ માના આશીર્વાદ મેળવી દરરોજ પગે લાગવું તેમજ મારી
મા મારી સાથે રહે છે તેમ ન કહેતા હું મારી મા સાથે રહું છું. તેનો સંદેશ આપ્યો તો.
ધરતી માતા-ધરતીનું પોષણ કરવા અને તેનું શોષણ ન કરવા દેશી ખાતરનો ઉપયોગ કરવા અનુરોધ
કર્યો હતો. ગાય માતા જેમાં 33 કરોડ દેવતાનો
વાસ છે ગાય વગરનું ઘર ન હોવું જોઈએ. ગાયનું દૂધ-ઘી વાપરવું જોઈએ. નદી માતા પાણીનો બગાડ
ન કરતા તથા બચાવ ટપક પદ્ધતિનો ઉપયોગ કરવાની શીખ આપતા ચાર માતાની સેવા કરવા જણાવ્યું
હતું. પંકજભાઈનું મહાજનના પ્રમુખ વિવેકભાઈ
સંગોઈ તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણી ઈન્દ્રજિતસિંહ જાડેજાએ સન્માન કર્યું હતું. ક્ષત્રિય
સમાજની દીકરીઓ નવકારમંત્ર સહિતની પ્રસ્તુતિ કરી હતી. નૈતિકમુની મા.સા. પાસે પાઠશાળાની
દિકરી-દિકરાએ દિવાળીમાં ફટાકડા ન ફોડવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ અવસરે કીર્તિભાઈ ચંદુલાલ
મોરબીયા, પ્રકાશભાઈ અનોપચંદ મહેતા, દિનેશભાઈ દલસુખભાઈ પુજ તેમજ સંઘના અગ્રણી - હોદેદારો, અધિકારી બોર્ડ, કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અજરામર
ચેરિટેબલ ટ્રસ્ટના કારોબારી સભ્ય કીર્તિભાઈ સી. મોરબીયાની યાદીમાં જણાવાયું હતું.