• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

ગ્રાહકો સાથે પ્રામાણિક વ્યવહારથી ધંધો સુદૃઢ બને

વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 19 : ગ્રાહકો સાથે પ્રામાણિક રીતે વ્યવહાર કરવાથી ધંધાનું માળખું સુદ્રઢ બને તેથી વેપારી આર્થિક રીતે આગળ વધે તેવું મોટી વિરાણી વેપારી મંડળ આયોજિત નૂતનવર્ષ સ્નેહમિલનને સંબોધતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવી વેપારીઓને નૂતનવર્ષ ઉન્નતિ માટે લાભદાયી નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી. અધ્યક્ષપદેથી મંડળના પ્રમુખ દીપકભાઈ આઈયા અને મહામંત્રી અતુલગિરિ ગોસ્વામીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આગામી વર્ષે વેપારી પરિવારના છાત્રો માટે સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાશે તેમજ રાજસ્થાનના પ્રવાસમાં જોડાનારા વેપારીઓનો પ્રવાસ ખર્ચ મંડળ દ્વારા ભોગવાશે. દુષ્કાળ વર્ષને અનુલક્ષી ગૌસેવા માટે પ્રવૃત્તિઓ વિસ્તારવા મંડળ દ્વારા સંયુક્ત પ્રવાસ, મેડિકલ કેમ્પ સરસ્વતી સન્માન યોજવા સહિતના મહત્ત્વના નિર્ણયોના ઠરાવ કરવામાં આવ્યા હતા. ખજાનચી શાંતિલાલ બાથાણીએ હિસાબો રજૂ કર્યા હતા તેને બહાલી આપવામાં આવી હતી. રવિભાણ આશ્રમના મહંત સરયુદાસજી મહારાજે વેપારીવર્ગ એક સમાજસેવા માટેનું અગત્યનું અંગ છે તેવું જણાવી નીતિધર્મથી વર્તવા શીખ આપી હતી. પૂર્વ પ્રમુખ છગનલાલ આઈયાએ વર્તમાન દુષ્કાળની કપરી પરિસ્થિતિના કારણે ગૌમાતાઓને ઘાસચારાની સેવા માટે વેપારી મંડળ રચનાત્મક પ્રવૃતિઓ દ્વારા તેમજ ગૌભક્તદાતાઓ પાસે ગૌસેવાના દાન માટે હાથ લંબાવી પ્રવૃત્તિ વિસ્તારવા તેમજ માનવસેવાના એક ભાગરૂપે નિશુલ્ક સર્વરોગ મેડિકલ આયુર્વેદિક, હોમીયોપેથીક કેમ્પના આયોજનો કરવા સુચવ્યું હતું. જ્યારે પૂર્વ પ્રમુખ અનિલભાઈ ભાનુશાલીએ વેપારી મંડળ દ્વારા કરવામાં આવતા સેવાકાર્યોના પ્રત્યેક સમય પોતાનો સહયોગ રહેશે તેવું જણાવ્યું હતું.  વેપારી સંસ્થાના સંગઠન થકી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતા પૂર્વ ખજાનચી હાજી નુરમામદભાઈ ખત્રીએ સંસ્થામાં સમરસતા વધુ સુદ્રઢ રહે તેવું શુભેચ્છા સાથે નૂતનવર્ષની શુભકામના વ્યક્ત કરી હતી. સંસ્થાના વિવિધ હોદ્દેદારો શંભુભાઈ સોની, પ્રવિણભાઈ પઢારિયા, દિપકગિરિ ગોસ્વામી, નરેશભાઈ શેઠ, કિશોરભાઈ સોની, અમૃતલાલ વાલજિયાણી, અદ્રેમાનભાઈ સમા, હિતેશભાઈ કારીઆ, કાસમભાઈ ચાકી, હાજી અબ્દુલા ખત્રી, અંકિત દરજી, યોગેશ છાભૈયા, નવીન બાથાણી, રાજેશ સેંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ ઉપપ્રમુખ પરસોતમ દિવાણીએ કરી હતી. કાર્યાલય માટે ગ્રાન્ટ ફાળવવા ધારાસભ્યએ ખાતરી આપી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd