ગાંધીધામ, તા. 5 : ગાંધીધામ લાયન્સ ક્લબ ન્યૂ
હોરાઈઝનના ઇન્સ્ટોલેશન સમારોહ દરમ્યાન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પુસ્તકતુલા સેવા
પ્રકલ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પ અંતર્ગત ક્લબના પ્રમુખ રીટા શાહ તથા
હાર્દિક મહેતાની પુસ્તકતુલા કરવામાં આવી હતી. આ નોટબુક તથા શૈક્ષણિક સામગ્રી ટૂંક સમયમાં
જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે. આ પ્રકલ્પનો મુખ્ય
હેતુ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી
સહાય પૂરી પાડવાનો હતો. આ પ્રસંગે ડો. કૌશિક શાહ તેમજ કિંજલ શાહ, સેક્રેટરી સંજયભાઈ, ભરતભાઈ
અને ચેરમેન વિમલભાઈ, હીરાલાલ સાવલા, ડો.
ભરત મહેતા, મીના મહેતા, અભય શાહ,
ધીરેન મહેતા, હર્ષા મહેતા, યમન દુનેજા અને દીપેન ગણાત્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકલ્પના ચેરમેન
નેહાબેન વોરા રહ્યા હતા.