• શનિવાર, 20 જૂન, 2026

ગાંધીધામની મુખ્ય બજારમાં વેપારીઓની રજૂઆત બાદ ઈજનેરોએ સ્થળ મુલાકાત કરી

ગાંધીધામ, તા. 19 : શહેરની મુખ્ય બજારમાં મહાપાલિકા દ્વારા ચાલતાં બ્યુટીફિકેશનનાં કામમાં વેપારીઓ અને ગ્રાહકોને તકલીફ ન પડે  તે માટે ગાંધીધામ વેપારી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વેપારી  મંડળના પ્રમુખ  રાજુ ચંદનાનીએ રજૂઆત કરતા    ખોદવામાં આવેલા રોડ ક્રોસિંગમાં સૌથી પહેલાં સ્લેબ ભરી  કામ પૂરું કરવા  અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત મુખ્ય  બજારના વરસાદી નાળાંમાં પાણીના નિકાલ માટે જાળીનું કામ ત્વરીત ચાલુ કરવા,   પાર્કિંગ એરિયામાં  રોડ લેવલ  કરવા અને ઉપર કાળી ભુસી નાખવા, વરસાદ બાદ  પેવરબ્લોકની કામગીરી કરવા, સરદાર પટેલની પ્રતિમા પાસે વરસાદી પાણીના નિકાલ માટે  નાખવામાં આવેલા પાઈપની  સફાઈ કરવા, સેન્ટિંગનું કામમ વ્યવસ્થિત થતું ન હોઈ કોન્ટ્રાક્ટરને વ્યવસ્થિત કામ કરવાની સૂચના આપવા સહિત રજૂઆત મેયર દિવ્યાબેન નાથાણી, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન  તેજશ શેઠ અને કમિશનર બી.ડી. દવેરા સમક્ષ કરાઈ હતી. કમિશનર બી.ડી. દવેરાએ  વેપારીઓ સાથેની બેઠક બાદ એન્જિનીયરોને સૂચના આપી હતી. બાદમાં બજારમાં જઈને  ચાલતાં કામની નબળી કડીઓ અંગે  તપાસ કરી જરૂરી સુધારાઓ અને તકનીકી બાબતો જણાય ત્યાં સ્થળ પર જ સૂચનાઓ આપી તાત્કાલિક નિરાકરણ માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી લઈને ગાંધીમાર્કેટ સુધી સમગ્ર વરસાદી નાળાંનાં કાર્યનું નિરીક્ષણ કરીને દરેક મુદ્દા પર ધ્યાન આપવામાં આવ્યું અને કાર્ય વધુ સુચારુ તથા અસરકારક રીતે પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વેળાએ સ્થાનિક કોર્પોરેટર કમલેશ પરિયાણી,   મહેશ ગઢવીવેપારી મંડળના સેક્રેટરી  દિનેશ ગોયલ વિગેરે હાજર રહ્યા હતા. 

Panchang

dd