ભુજ, તા. 19 : શહેરના વોર્ડ નં. પાંચમાં ચારણવાસ
વિસ્તારમાં ગટરમિશ્રિત પાણી વિતરણ, સફાઇનો અભાવ અને રોડલાઇટ ન હોવા મુદ્દે રહેવાસીઓ દ્વારા ભુજ સુધરાઇ ખાતે રજૂઆત
કરાઇ હતી. ચારણવાસના રહેવાસીઓ દ્વારા દિગ્વિજયસિંહ જાડેજાની આગેવાની હેઠળ ભુજ સુધરાઇ
પ્રમુખ શીતલ શાહને દૂષિત પાણીની બોટલો સાથે કરાયેલી રજૂઆતમાં જણાવાયા મુજબ આ વિસ્તારમાં
લાંબા સમયથી દૂષિત પાણીનું વિતરણ કરાતાં રોગચાળાની ભીતિ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત સફાઇનો
પણ અભાવ હોવાથી ગંદકીના ગંજ ખડકાયેલા રહે છે અને લાઇટોની સુવિધા ન હોવાથી રહેવાસીઓ
પારાવાર પરેશાની ભોગવી રહ્યા હોવાની ફરિયાદ કરી પ્રશ્ન સત્વરે ઉકેલવા માંગ કરાઇ હતી.