• ગુરુવાર, 08 મે, 2025

સતર્કતા-સ્વસ્થ જીવનશૈલી અસ્થમા રોકી શકે

ભુજ, તા. પ : વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા દર વર્ષે મે માસના પહેલા મંગળવારે વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અદાણી સંચાલિત ગેઈમ્સ જી. કે. જન. હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગના તબીબોએ અસ્થમા અંગે માિહિતી આપી હતી. ભારતમાં 35 કરોડ અસ્થમાના દર્દીઓ છે. એ મુજબ 2025ના વર્ષે શ્વાસ માટે લેવાતી સારવાર દરેક માટે સુલભ બનાવવા આહવાન કરાયું હતું. અસ્થમાના સામાન્ય લક્ષણો જેમ કે શ્વાસ લેતી વખતે અવાજ આવવો, ઉધરસ મુખ્ય પરિબળ છે. આ લક્ષણો જણાય તો પીએફટી ટેસ્ટ જરૂરી બને છે તેવું તબીબોએ જણાવ્યું હતું. દમના નિયંત્રણમાં દવાની સરખામણીએ ઈન્હેલર અસરકારક સાબિત થાય છે. ઈન્હેલરના વૈજ્ઞાનિક રીતે ઉપયોગથી શરીરના શ્વાસ લેવાના માર્ગ સુધી તેની અસર થાય છે અને રાહત મળી રહે છે. બાળકો તથા પુખ્તવયની વ્યક્તિઓમાં આ રોગ વધુ જોવા મળતો હોવાનું જણાવાયું હતું. પરિવારમાં કોઈ ધ્રુમપાન કરતા હોય તો સાવચેતી રાખવી. પાલતુ જાનવર-પક્ષીઓની એલર્જી હોય તો તેનાથી દૂર રહેવા, વાયરસના વાયરા સમયે માસ્ક પહેરવા, જરૂરી વેક્સિન લેવા, પ્રદુષણ વાતાવરણમાં જવાનું ટાળવા સહિતની તકેદારી લેવા જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd