• શનિવાર, 14 માર્ચ, 2026

ટળશે તેલ સંકટ : ઈરાને ભારત માટે ખોલી હોર્મુઝ ખાડી

નવી દિલ્હી, તા. 13 : ઈરાન, અમેરિકા અને ઈઝરાયલનાં યુદ્ધનાં કારણે ફારસની ખાડીમાં વધેલા તનાવ અને ઘર્ષણ વચ્ચે હોર્મુઝ સામુદ્રધૂની(સ્ટ્રેટ)ને ઈરાને બંધ કરી નાખતાં ભારતમાં ગેસની કટોકટીની સ્થિતિ સર્જાયેલી છે. આ સંજોગોમાં ઈરાને આજે ભારતને એક મોટી રાહત આપી છે અને એલપીજી ભરેલાં બે જહાજ ભારત આવવા માટે મંજૂરી આપી છે. ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ સંકેત આપ્યો છે કે, ભારતને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત માર્ગ મળી શકે છે. તેમણે કહ્યું હતું કે, ભારત અમારું મિત્ર છે. આ જળમાર્ગેથી ભારતનો પુરવઠો સુનિશ્ચિત કરતા ઘટનાક્રમો અમુક કલાકમાં જ સાકાર થઈ શકે છે. જો કે, આ માર્ગ હોર્મુઝમાં અટવાયેલાં ભારતીય જહાજોને આપવામાં આવશે કે પછી તમામ ભારતીય જહાજોને એ હજી અસ્પષ્ટ છે. ઉલ્લેખનીય છે કે, વિદેશમંત્રી એસ. જયશંકર અને ઈરાનના તેમના સમકક્ષ સૈયદ અબ્બાસ અરાધયીએ ટેલિફોનિક વાતચીત કરી તેમાં પણ હોર્મુઝન ખાડીનો મુદ્દો ચર્ચાયો હોવાનું સમજાય છ. ફતહાલીને પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે, શું ભારતને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સલામત માર્ગ આપવામાં આવશે. ત્યારે તેમણે કહ્યું હતું કે, ભારત મિત્ર દેશ છે અને બે-ત્રણ કલાકમાં જ આનો નિર્ણય થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ઈરાનમાં પોતાના સમકક્ષ સાથે ચર્ચા કર્યાના અમુક કલાકો બાદ આ રાહતના સંકેત આવી રહ્યા છે. તેમણે ઈરાન માટે ભારતને જરૂરી ભાગીદાર દેશ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, આ પ્રદેશમાં બન્નેનાં સંયુક્ત હિતો પણ છે.  ભારત-ઈરાન સહયોગ વિશે તેમણે ઉમેર્યું હતું કે, આ દુ:ખ અમારું છે એવી જ રીતે એમનું પણ છે. એટલા માટે જ ભારત સરકાર ઈરાનની મદદ કરે છે અને ઈરાને પણ ભારતની મદદ કરવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચે વાતચીત અંગે તેમણે કહ્યું કે, બન્ને વચ્ચે સારી વાટાઘાટ થઈ હતી. મોદી અને પેઝેશ્કિયન માને છે કે, પૂરી કોશિશ થવી જોઈએ. બન્ને દેશ યુદ્ધ નથી ઈચ્છતા, પણ જો જરૂર પડે તો અમે તેના માટે તૈયાર છે. અગાઉ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાધચી સાથે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ અંગે ટેલિફોનિક વાતચીત કરી હતી. વાતચીત દરમ્યાન ઈરાનના વિદેશમંત્રી અરાધચીએ જયશંકરને યુનાઈટેડ સ્ટેટસ અને `ઝાયોનિસ્ટ શાસન' (ઈઝરાયલ) દ્વારા ઈરાન સામે કરાયેલાં આક્રમણથી ઉદ્ભવેલી પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. અરાધચીએ જણાવ્યું હતું કે, ઈરાની સરકાર તેના લોકો અને સશત્રદળો આક્રમણકારો સામે સ્વબચાવના કાયદેસરના અધિકારનો ઉપયોગ કરવામાં દૃઢ છે.  આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંગઠનોએ ઈરાન સામે લશ્કરી આક્રમણોની નિંદા કરવી જોઈએ. તેમણે `િબ્રક્સ'ને બહુપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા પ્લેટફોર્મ તરીકે જણાવ્યું. વૈશ્વિક શાંતિ તથા સુરક્ષા જાળવી રાખવામાં રચનાત્મક ભૂમિકા ભજવવા બ્રિક્સને આગ્રહ કર્યો હતો. વિદેશમંત્રી એસ. જયશંકરે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મંચો પર દ્વિપક્ષિય અને બહુપક્ષિય સહયોગને વધારવા માટે ભારતની તૈયારી વ્યક્ત કરી હતી.  

Panchang

dd