• શનિવાર, 14 માર્ચ, 2026

મોટી ખોંભડીમાં પાંચ એકર ગૌચર જમીન દબાણમુક્ત કરાઇ

નખત્રાણા, તા. 13 : તાલુકાનાં મોટી ખોંભડી ગામે દબાણ કરાયેલી પાંચ એકર ગૌચર જમીન મુક્ત કરાઇ હતી. જિલ્લા લેન્ડ કમિટી દ્વારા ગૌચર રેવેન્યૂ સર્વે નં. 261 પૈકી 62વાળી જમીન ઉપર બિનઅધિકૃત દબાણને તાત્કાલિક દૂર કરવા અંગેના આદેશના અમલીકરણ અંતર્ગત નખત્રાણા તાલુકા વિકાસ અધિકારી દીક્ષિતભાઈ ઠક્કરનાં માર્ગદર્શન હેઠળ ન. તા.પં. વિસ્તરણ અધિકારી રઘુવીરસિંહ ઝાલાની આગેવાની હેઠળ તથા ખોંભડી મોટી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ધર્મિષ્ઠાબેન કાપડી, તલાટી હસુમતીબેન પરમાર તથા નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ સરવૈયા દ્વારા ફાળવવામાં આવેલા પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં ગૌચર જમીન દબાણમુક્ત કરાઇ હતી. મુક્ત કરાયેલી ગૌચર જમીન ગામના હરિલાલ ધનજી ધોળુના કબજામાં હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ કાર્યવાહીથી દબાણકારોમાં ભય ફેલાયો હતો. 

Panchang

dd