• શનિવાર, 14 માર્ચ, 2026

મુંદરામાં યુવાને ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો

ગાંધીધામ, તા. 13 : મુંદરામાં સંસ્કારનગરમાં રહેનાર અલ્કેશ મુકેશ ફડકે (ઉ.વ. 31) નામના યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મુંદરાના સંસ્કારનગરમાં રહેનાર મૂળ બાંભડાઈ, તા. માંડવીના અલ્કેશ ફડકેએ ગઈકાલે બપોરે અંતિમ પગલું ભરી લીધું હતું. યુવાન નોકરી પર જતો ન હોઈ નોકરી કરવા બાબતે પત્નીએ કહેતાં તેને મનમાં લાગી આવ્યું હોવાનું પોલીસ મથકે કરાયેલ નોંધમાં જણાવાયું હતું. દરમ્યાન તેણે ગઈકાલે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.  

Panchang

dd