• મંગળવાર, 07 જુલાઈ, 2026

ભુજમાં વીજચોરી ચકાસવામાં ફરજમાં રૂકાવટ : ત્રણ પુત્ર અને પિતા સામે ફરિયાદ

ભુજ, તા. 6 : શહેરમાં આજે પોલીસ બંદોબસ્ત સાથે વીજચોરીની તપાસ દરમ્યાન વીજ મીટર કાઢવા જતા ફરજમાં રૂકાવટ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે બી - ડિવિઝન પોલીસ મથકે હે.કો. અરવિંદભાઈ વણકરે નોંધાવેલી ફરિયાદ મુજબ આજે પીજીવીસીએલની ટીમ સાથે બંદોબસ્તમાં ગયા હતા. આઝાદ નગરની સલ્ફીયા મસ્જિદની બાજુમાં ગેરકાયદે વીજ ચેકીંગ માટે એક વરંડાબંધ મકાન પાસે આવતા ત્યાં આરોપી અલીમામદ કાસમ હિંગોરજાએ કહ્યું કે તમને સ્પે. કોટામાં અમારા ઘરે ખોટી રીતે ચેકિંગ કરવા આવ્યા છો, સાથે પીજીવીસીએલના કર્મચારીઓએ કહ્યું કે, અમને હુકમ થતા તમામ રહેવાસીઓના મકાન ચેક કરીએ છીએ અને તમારા ઘર પણ ચેક કરવાના છે એટલામાં અલીમામદના પુત્રો મુજાહીદ અને યાસીન પણ ત્યાં આવી દરવાજો બંધ કરી ચારે જણા ફરીયાદીને કહેવા લાગ્યા કે તમે અવાર-નવાર અમારા ઘરે આવી દબાણની નોટીસ ચોટાડી જાઓ છો ચારે ભેગા થઈ વીજ જોડાણો ચેક કરતા અટકાવ્યા હતા. બાદમાં તપાસતા વીજચોરી જણાતા કાર્યવાહી કરતા જતાં ઉગ્ર બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ચારે આરોપીઓ વિરૂદ્ધ ફરજમાં રુકાવટ સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.

Panchang

dd