ગાંધીધામ, તા. 6 : કચ્છ મચ્છોયા આહીર
સમાજ દ્વારા સંચાલિત ટી.એમ.એસ.ડી. મહિલા (આર્ટસ એન્ડ સાયન્સ) કોલેજ-આદિપુરમાં વર્ષ
2026-27માં બી.એ. અને બી.કોમ.ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારી
વિદ્યાર્થિનીઓ માટે અભિમુખીકરણ કાર્યક્રમ યોજાયો હતો. મા સરસ્વતીના સંસ્મરણ બાદ કોલેજના
આચાર્ય ડો. મેહુલ પટેલે સ્વાગત ઉદ્બોધન આપ્યું હતું. પ્રા. ભાવિકા ટાંકે બી.કોમ. અભ્યાસક્રમ
અને કોલેજમાં ચાલતા સટિફિકેટ કોર્સની માહિતી
આપી હતી. પ્રો. રાહુલ વાઘેલાએ નવી શિક્ષણનીતિ,
ક્રેડિટ સિસ્ટમ વિષય ઉપર પ્રકાશ પાડયો હતો. બી.એ. અને બી.કોમ.માં સેમેસ્ટર-2 અને 4 તથા 6માં
નોંધપાત્ર પ્રદર્શન કરનાર વિદ્યાર્થિનીઓનું
સન્માન કરાયું હતું. વિદ્યાર્થિનીઓને એન.એસ.એસ., એન.સી.સી., રમતગમત,
સાંસ્કૃતિ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં જોડાઈને પોતાના વ્યક્તિત્વના
સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહિત કરાયા હતા. આભારવિધિ પ્રો. વંદના ચાડે કરી હતી. સંસ્થાના
પ્રમુખ કિરણભાઈ આહીર અને મંત્રી ઘેલાભાઈ આહીરે છાત્રાઓને શુભેચ્છા પાઠવી હતી.