• મંગળવાર, 07 જુલાઈ, 2026

મુંદરા વિ. હિ. પ. દ્વારા યોજાયો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ

મુંદરા, તા. 6 : અહીં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ અને પરિવાર મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગર ટીમ તેમજ અપેક્ષિત કાર્યકર્તાઓ જોડાયા હતા. મુખ્ય વક્તા મહાદેવભાઈ વીરા (સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મરક્ષા સંયોજક)એ જણાવ્યું કે, હિંદુ સમાજનું સંગઠન, સંસ્કારોનું સંવર્ધન અને રાષ્ટ્રસેવાની ભાવના પરિવારથી જ શરૂ થાય છે, જ્યારે પરિવાર અને સંગઠન એક સૂત્રમાં બંધાય છે ત્યારે સમાજ પરિવર્તનનો માર્ગ વધુ સરળ અને શક્તિશાળી બને છે. નગરઅધ્યક્ષ અશોક શાસ્રી, પૂર્વ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ નરેન્દ્રાસિંહ ઝાલા, કચ્છ વિભાગ સહમંત્રી મહાવીર જોશી, જિલ્લા મંત્રી હર્ષદ પરવડિયા, પૂર્વ કચ્છ જિલ્લા સહમંત્રી ધવલ રાજગોર તથા પૂર્વ કચ્છ જિલ્લા બજરંગ દળ સહ સંયોજક ભગીરથાસિંહ રાયજાદા સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન નગરમંત્રી ભાવેશ ઠક્કરે કર્યું હતું. આ વર્ગને સફળ બનાવવામાં દલપતભાઈજિગરભાઈ, દરરામભાઈ, વિજય જાદવ, વિજય બારડ, કુશાલભાઈ, મહેન્દ્રાસિંહ, સુખદેવાસિંહ, રાજેન્દ્રાસિંહ, મનોજભાઈ અને કેતન પ્રજાપતિએ સહયોગ આપ્યો હતો.

Panchang

dd