ભુજ : મૂળ મનફરાના જવેરકંથડ વીરકંથડ ગૌસ્વામી તે સાકરબેન વીરકંથડ
ધીરજકંથડ ગૌસ્વામીના પુત્ર, મોહનકંથડ વીરકંથડ
ગૌસ્વામી, કસ્તૂરબેન, મધુબેન, રતનબેન, મંગળાબેનના ભાઈ, વિજય,
સંજય, હેમન, પૂનમ,
હેતલ, ભૂમિના કાકા, નરેન્દ્રગર
(ચકુ)ના પિતા અવસાન પામ્યા છે. બેસણું તા. 28-11-2025ના શુક્રવારે સાંજે 4થી 5 દશનામ ગૌસ્વામી
સમાજવાડી, રામધુનની બાજુમાં, ભુજ
ખાતે.
ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ નીતાબેન જોષી (ઉ.વ. 64) તે સ્વ. જગદીશ હિંમતલાલ જોષી
(કોર્ટ)ના પત્ની, ગં.સ્વ. શારદાબેન
હિંમતલાલ જોશીના પુત્રવધૂ, સ્વ. હરિકુંવરબેન મૂળશંકરભાઈ ત્રિવેદીના
પુત્રી, પાર્થ જોષી, સોનલ ત્રવાડી (કોર્ટ),
નિધિ ઉપાધ્યાયના માતા, બિંદિયા જોષી, નરેશ ત્રવાડી, હેમલ ઉપાધ્યાયના સાસુ, નિર્વાનના નાની, વીણાબેન કિરીટભાઈ શુક્લ, સ્વાતિ યોગેશભાઈ જોષી, ઉર્વશી મનોજભાઈ જોષી (મોરબી)ના
ભાભી, દેવીપ્રવાદભાઈ ત્રિવેદી (બટુક મહારાજ), સ્વ. સુભદ્રાબેન ભાનુશંકર ભટ્ટ, નિમુબેન નરેન્દ્રભાઈ
ભટ્ટ, જયશ્રીબેન હરજીવનભાઈ ભટ્ટ, સંજ્ઞાબેન
રમેશભાઈ દવેના બહેન, અરૂનાબેન (પગુ) ત્રિવેદીના નણંદ,
દેવકન્યાબેન જયસુખલાલ ત્રવાડી, રીટાબેન દિલીપભાઈ
ઉપાધ્યાય, શારદાબેન જગદીશગર ગુસાઈના વેવાઈ, કેયૂરી પ્રતીક જોષી, રાહુલ, સુનીલ,
દૃષ્ટિ, યશવીના ભાભુ, વિવેક,
માતંગીના ફઈ તા. 26-11-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 27-11-2025ના સવારે 8.30 કલાકે ભાનુશાલી નગર, પ્લોટ નં. 152, સરકારી વસાહત, ભુજથી સ્વર્ગ પ્રયાણધામ-ખારી નદી જશે.
ભુજ : વિજયાગૌરી ઠક્કર (ઉ.વ. 76) તે સ્વ. લક્ષ્મીબેન નાનાલાલ
ઠક્કરના પુત્રી, શકુંતલાબેન રવિકાંત ઠક્કર
(વડોદરા), કુ. ચંદ્રબાળા (એડવોકેટ એન્ડ નોટરી), રમણીકલાલ (ભુજ), નરેન્દ્ર (પ્રમુખ, લોહાણા મહાજન-મિરજાપર), આશાબેન શિવદાસ ઠક્કર (ભુજ)ના
બહેન તા. 25-11-2025ના
અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ગાંધીધામ : શાંતાબેન કનૈયાલાલ વ્યાસ (ઉ.વ. 69) તે સ્વ. કનૈયાલાલ રેવાશંકર
વ્યાસના પત્ની, દિનેશભાઈના ભાભી,
દક્ષાબેનના જેઠાણી, બીના તથા શીતલના માતા,
પૂર્વી અને ધવલના મોટા કાકી, પ્રકાશ દેવાણી તથા
જિગર પટેલના સાસુ તા. 26-11-2025ના
અવસાન પામ્યા છે.
અંજાર : કમળાબેન મગનલાલ કોઠારી (ઠક્કર) (ઉ.વ. 79) તે સ્વ. મગનલાલ માધવજી કોઠારીના
પત્ની, સ્વ. મોંઘીબેન માધવજી કોઠારીના પુત્રવધૂ,
સ્વ. સાકરબેન મોતીરામ તન્ના (નાગલપરવાળા હાલે મુંબઈ)ના પુત્રી,
નીતાબેન પરસોત્તમ કતિરા (ભુજ),નયનાબેન જયંતીભાઈ
રાણા (બીઓબી), કનૈયાભાઈ (પપ્પુભાઈ ડીસવાળા), સમીરના માતા, મયૂરી કનૈયાભાઈ કોઠારીના સાસુ, સ્વ. અમૃતલાલ, સ્વ. મોહનભાઈના નાના ભાઈના પત્ની,
સ્વ. શાંતાબેન અર્જુનભાઈ જોબનપુત્રા (મુંબઈ), સ્વ.
રુક્ષ્મણિબેન કાંતિલાલ પલણ (ભુજ)ના ભાભી, કનૈયાભાઈ કિશોરભાઈ,
અનસૂયાબેન, સ્વ. રમીલાબેન, સરોજબેન, ભારતીબેન, ઉષાબેન,
જયશ્રીબેનના કાકી, અનિતાબેન, ધર્મિષ્ઠાબેનના કાકીસાસુ, પ્રાન્શી, બિજલ, નિરાલી, પ્રશાત, બિન્દી, વૃન્દા, બિનલના દાદી,
સ્વ. પ્રતાપભાઈ મોતીરામ તન્નાના બહેન, રાજેશ,
સ્વ. યોગેશ, હિતેષના ફઈ, દક્ષાબેન, સ્વ. મીનાબેન, દિનાબેનના
ફઈસાસુ, દુલારી દર્શન કોટક, વરૂણ,
શિવાંગી ધ્રુવના નાની, હીનાના નાનીસાસુ તા. 25-11-2025ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા તા. 27-11-2025ના
ગુરુવારે 5થી 6 કમ્યુનિટી હોલ, સંઘવી હોમ્સ, માર્કેટયાર્ડ પાસે, વરસામેડી નાકા બહાર, અંજાર ખાતે. (લોકિક વ્યવહાર બંધ
છે.)
અંજાર : લીરીબેન વેલજીભાઈ મેસુરાણી (હડિયા) (ઉ.વ. 88) તે સ્વ. રામીબેન રામજીભાઈ મેસુરાણીના
પુત્રવધૂ, સ્વ. રામીબેન શંભુભાઈ બાંભણિયાના પુત્રી,
સ્વ. વેલજીભાઈ રામજીભાઈ મેસુરાણીના પત્ની, જેરામભાઈ,
ધનજીભાઇ, ગં.સ્વ. વિજયાબેનના માતા, ગૌરીબેન, રંજનબેન, સ્વ. શિવજીભાઈના
સાસુ, પંકજ, રાકેશ, ધર્મેશ, જયશ્રી, પૂજા, ગીતાના દાદી, ધ્રુવી, મયાંશી,
ગાયત્રી, રીશી, રાજ,
વેદાંશીના પરદાદી તા. 25-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-11-2025ના ગુરુવારે સાંજે 4થી 5 સોરઠિયા આહીર સમાજવાડી, કૃષ્ણવાડી, વોરાસર સોસાયટી પાસે, અંજાર ખાતે.
નખત્રાણા : મૂળ ભેરૈયાના રમીલાબેન (રામીબેન) હરિભાઇ ગોહિલ (ઉ.વ.
62) તે હરિભાઇ રાજાભાઇ ગોહિલના
પત્ની, મેગીબેન રાજાભાઇ ગોહિલ (ભેરૈયા)ના પુત્રવધૂ,
છગનભાઇ રાજાભાઇ ગોહિલ, ધીરજભાઇ રાજાભાઇ ગોહિલ,
ભરતભાઇ રાજાભાઇ ગોહિલ, સવિતાબેન અરજણભાઇ ચાવડા
(વિરાણી-ગઢશીશા)ના ભાભી, લહેરી ગોહિલ, મુકેશ
ગોહિલ, નેનાબેન રમેશભાઇ લોંચા (કાદિયા)ના માતા, ખીમીબેન માલસીભાઇ ચાવડાના પુત્રી, રમેશભાઇ માલસીભાઇ ચાવડાના
બહેન, કલ્પનાબેન લહેરીભાઇ ગોહિલ, પ્રેમિલાબેન
મુકેશભાઇ ગોહિલના સાસુ, મોહિત અને હાર્દિકના દાદી તા. 19-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 29-11-2025ના શનિવારે સત્સંગ, તા. 30-11-2025ના રવિવારે સવારે 10 વાગ્યે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાને નવાનગર, નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : કરીમ જુસબઅલી દામાણી (ઉ.વ. 49) (દામાણી ફૂટવેર) તે મુખિયાણી
રોશનબેન મ. જુસબભાઇ લધુભાઇ કરમાણીના પુત્ર, ફિરોઝ (દામાણી ફૂટવેર)ના ભાઇ, રશ્મીબેનના પતિ,
ઇનારા, અરમાનના પિતા, હુસેનઅલી,
મ. ફતેહઅલી, સમસુદ્દીન, સુઘરાબેન
(કેનેડા)ના ભત્રીજા, રમજાનઅલી રાજાણીના જમાઇ તા. 26-11-2025ના અવસાન પામ્યા છે. દફનવિધિ
તા. 27-11-2025ના બપોરે 12 વાગ્યે ખોજા કબ્રસ્તાન, માધાપર ખાતે. જિયારત એ જ દિવસે બપોરે 12.30 કલાકે માધાપર ખોજા જમાતખાના
ખાતે. સાદડી તા. 28-11-2025ના
શુક્રવારે સાંજે 4થી 5 ખોજા જમાતખાના, માધાપર ખાતે.
નાગલપર મોટી (તા. અંજાર) : મિસ્ત્રી (ક.ગુ.ક્ષ.) મોહનલાલ નરશી
ટાંક (ઉ.વ. 86) તે નરશી ડોસા ટાંકના પુત્ર, જયાબેનના પતિ, સ્વ. પ્રભુલાલ,
સ્વ. જીવરામ, ગં.સ્વ. હરિકુંવરબેન વાસુદેવ ચાવડા
(ઉજ્જૈન)ના ભાઇ, ભરત (ખમણવાળા), મયૂરના
પિતા, સ્વ. કરશન વાલજી ચૌહાણ (રેહા)ના જમાઇ, સ્વ. અમભરશી, શાંતિલાલ, ગોવર્ધન,
ગં.સ્વ. ગૌરીબેન (વડોદરા)ના બનેવી, હિનાબેન,
રીટાબેનના સસરા, સ્વ. રાજેશ, સ્વ. નરેશ, પીયૂષ, નવનીત,
નયના મહેશ ખોડિયાર (દબડા), વંદના અમિત રાઠોડ (ખંભરા)ના
મોટાબાપા, પલક જિજ્ઞેશ ચાવડા (ધ્રાંગધ્રા), કુશલ, નીલ, નવ્યાના દાદા તા. 26-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-11-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 હાટકેશ્વર મંદિર, મેઇન બજાર, નાગલપુર મોટી,
અંજાર ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : ધરસ કુલસુમબેન અબ્દુલ (ઉ.વ. 60) તે ફારૂક, હનીફ, સિકંદર,
અખ્તર, અત્તાઉલ્લાહના માતા, મ. ધરસ મોહમ્મદ જુસબ ઉર્ફે ફકીરોબાવા (હારુનશાહ પીર દરગાહ ખાદીમ દહીંસરા)ના
ભત્રીજી તેમજ પુત્રવધૂ, મ. હાજીહુસેન ડાડા (ખાદીમ ભુઠ્ઠીપીર દરગાહ
ગઢશીશા)ના પુત્રી તા. 25-11-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-11-2025ના શનિવારે સવારે 10થી 11 મેમણ જમાતખાના, ઉગમણા નાકા, ગઢશીશા ખાતે.
મોટા ભાડિયા (તા. માંડવી) : પાલુભાઈ હરધોરભાઈ ગઢવી (મૌવર) (ઉ.વ.
43) તે જોમાબેન અને સ્વ. હરધોરભાઈ
વીરાભાઇ મૌવરના પુત્ર, સ્વ. વાછિયાભાઈ
હરધોરભાઈ, સ્વ. વાલાભાઈ હરધોરભાઈ, વિરમ
હરધોરના ભાઈ, હેતલબેન માણસી બારોટ (નાની ઉનડોઠ) ગંગાબેન,
પરેશ વાછિયાભાઈ, લખમીબેન ઈશરભાઈ તુરિયા (મોટા ભાડિયા),
માલશ્રી પ્રવીણ વારિયા (ભચાઉ), કમશ્રી,
રામ વાલાભાઈ, હિરલ, નેહલ,
મિત્તલ, વિજય વીરમભાઈના કાકા, લખમણ ગોપાલ, કરસન ગોપાલ (પત્રકાર), સામત સાયાભાઈના કાકાઈ ભાઈ, માણેક કારાભાઈ ગેલવાના ફઈના
દીકરા તા. 26-11-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 26-11-2025 બુધવારથી
તા. 28-11-2025 શુક્રવાર સુધી ચારણ સમાજવાડી
ખાતે તેમજ ઉત્તરક્રિયા તા. 6-12-2025ના
શનિવારે તે જ સ્થળે.
ગઢશીશા (તા. માંડવી) : રાયમા હુસેન જુસબ (ધ્રુ) (ઉ.વ. 67) (નિવૃત્ત આર્મી એમઇએસ) તે આશીફઅલીના
પિતા, મ. અબ્દુલકરીમ, મ. અબ્દુલરહીમ,
મ. અબ્દુલરઝાકના ભાઈ, ગનીના કાકા, ઇમરાન અને રમીઝના મોટાબાપુ, અદ્રેમાન અલીમામદના ભત્રીજા,
સતાર મીઠુ, અબ્દુલ અઝીઝ અને અબ્દુલરઉફના કાકાઈ
ભાઈ, અદ્રેમાન ઈલિયાસ, કાસમ અને અબ્દુલ
(મોથાળા)ના બનેવી, રાયમા હાજી ફકીરમામદ ભચુ, આમદ ભચુના ભાણેજ, રાયમા અલ્તાફ, રાયમા સિધિકભાઈના સસરા તા. 26-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-11-2025ના શુક્રવારે સવારે 10થી 11 પીર ઇસ્માઇલશાહ જમાતખાના,
ભુઠ્ઠીપીર દરગાહ પ્રાંગણ, ગઢશીશા ખાતે.
સમાઘોઘા (તા. મુંદરા) : મૂળ વાંઢિયાના મ.ક.સ.સુ. દરજી ધીરજલાલ
ગાવિંદભાઈ પરમાર (ઉ.વ. 55) તે ગં.સ્વ.
ચંચલબેન ગાવિંદભાઈ પરમારના પુત્ર, ભાવનાબેનના
પતિ, સ્વ. ખીમજીભાઈ ભાણજીભાઈ (વાંઢિયા), સ્વ. ભનીબેન ગોપાલભાઇ પીઠડિયાના ભત્રીજા, ઈશ્વરલાલ ખીમજીભાઈ,
હસમુખભાઈ ખીમજીભાઈ, સ્વ. મંગુબેન, સ્વ. ગુણવંતીબેન, દેવકુંવરબેનના કાકાઈ ભાઈ, જીનલ વિવેક, હેતવીના પિતા, મીનાબેન
(વલસાડ)ના ભાઈ, હિંમતલાલ સોલંકી (રવ)ના સાળા, ધવલ, હિતેષ, પીયૂષના કાકા,
વિશાલભાઈ (કિડાણા)ના સસરા, ગં.સ્વ. રસિકબાળાબેન
તુલસીદાસ સોલંકી (મિરજાપર)ના જમાઈ, સરલાબેન કિરણ ધામેચા (ભુજ),
જયશ્રીબેન કિશોર ગોહિલ, ભારતી હરીશભાઇ સોલંકી,
અશ્વિનભાઈ (મિરજાપર)ના બનેવી, સ્વ. પોપટલાલ,
વિશનજીભાઈ (સમાઘોઘા)ના ભાણેજ, મહેશભાઈ,
હસમુખભાઈ, કાંતિભાઈના માસીઆઈ ભાઈ, જયશ્રીબેન (થાણા), રમેશભાઈ (વલસાડ), સોનલબેન (નાસિક)ના મામા, ધ્યાન (કિડાણા)ના નાના તા. 25-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 28-11-2025ના શુક્રવારે બપોરે 3થી 4 જૈન મહાજનવાડી, સમાઘોઘા ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : મેઘજી કેશરા ધોળુ (ઉ.વ. 100) તે વસંતભાઈ, સ્વ. વનિતાબેન (રાયપુર), વિમળાબેન (રત્નાગિરિ), લીલાબેન (રાયપુર)ના પિતા,
રાજેશભાઈ, વિપુલભાઈ, ચેતનાબેન
(ગાંધીધામ)ના દાદા તા. 26-11-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 28-11-2025ના
શુક્રવારે સવારે 9થી 11 પાટીદાર સમાજવાડી (બસ સ્ટેશનવાળી)
ખાતે.
દેવીસર (તા. નખત્રાણા) : ગરવા રામીબેન (ઉ.વ. 68) તે સ્વ. હીરજી મૂરજી રૂપાણીના
પત્ની, દેવજી મૂરજી, સ્વ. દેવજી
જખુ, મનજી શિવજી (વંગ)ના ભાઇના પત્ની, જિતેન્દ્ર,
રાજેશ, કસ્તૂરબેન, કમળાબેન,
કલ્પનાબેનના માતા, સ્વ. વેલજી પૂંજા (અંગિયા),
દેવશી, ગોવિંદ (બિદડા)ના બહેન, અભિષેક, કશિશ, રિદ્ધિ, અક્ષરા, શિવન્યા, નિધિના દાદી,
અમૃતભાઇ (ઉગેડી), રવજીભાઇ (પાનધ્રો), વસંતભાઇ (ઘડુલી), ધનલક્ષ્મી, પાર્વતીના
સાસુ તા. 25-11-2025ના
અવસાન પામ્યા છે. બારમાની વિધિ તા. 1-12-2025ના સવારે.
દયાપર (તા. લખપત) : મૂળ મુરૂના દયારામ તુલસીદાસ તન્ના (ઉ.વ.
85) તે સ્વ. ઠા. તુલસીદાસ ગોકલદાસ
તન્ના પુત્ર, સ્વ. ઠા. જેઠીબેનના પતિ,
સ્વ. ઠા. નરસિંહ લીલાધર દાવડા (વિગોડી)ના જમાઈ, રમીલાબેન હરેશભાઈ સોનાઘેલા (દયાપર), માલતીબેન બિપીનભાઈ
જોબનપુત્રા (દયાપર), જગદીશભાઈ (નખત્રાણા), વિનોદ (નખત્રાણા)ના પિતા, કૌશલ્યાબેન તથા સ્વ. ક્રિષ્નાબેન
(નખત્રાણા)ના સસરા, સંજયભાઇ, પ્રકાશભાઇ,
જેન્તીલાલ, નયનાબેન ભાવેશકુમાર, મનીષકુમાર (બધા નાસિક), સચિન (પૂના), વનિતાબેન, મમતાબેન (બંને ભુજ), શિલ્પાબેન, રીટાબેન (બંને પૂના)ના મોટાબાપા, શાંતાબેન પ્રતાપભાઈ સેજપાલ (દયાપર), સ્વ. અમૃતભાઇ તથા
કાનજીભાઇના બનેવી, વિવેક, મેહુલ,
ખુશ્બૂ, મયૂર, દેવ,
અપેક્ષા, સ્વ. ભક્તિના દાદા, સાગર, ઉર્વી, રાજ, માયા, હેમાલીના નાના, સ્વ. ચત્રભુજ,
સ્વ. રવજી (જેઠાલાલ), રમેશભાઈ, સ્વ. કસ્તૂરબેન, સ્વ. રસીલાબેન, સરલાબેન, સીતાબેન, જયાબેનના ભાઈ,
હિતેશભાઈ, શ્યામભાઈના દાદાસસરા, પ્રકાશભાઈ, દીપેશભાઇના નાનાસસરા તા. 26-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 28-11-2025ના
સાંજે 4થી 5 લખપત તાલુકા લોહાણા મહાજનવાડી, દયાપર ખાતે.
હૈદરાબાદ : મૂળ માંડવીના ગં.સ્વ. ગીતા હમલાઈ (ઉ.વ. 85) તે સ્વ. ગુલાબાસિંહ નારાણદાસ
હમલાઈના પત્ની, વિનોદ, સુશીલ, વર્ષા પીયૂષ ગાજરિયાના માતા, સ્વ. જયાબેન અને સ્વ. રણછોડદાસ ગોકુલદાસ પમાણીના પુત્રી તા. 25-11-2025ના અવસાન પામ્યા છે. (લૌકિક
વ્યવહાર બંધ છે)