મકાય, તા. 23 : બાંગલાદેશ વિરુદ્ધની બીજી ટેસ્ટ
મેચમાં ઓસ્ટ્રેલિયાનો બે દિવસની અંદર વિજય થયો છે. પહેલી ઇનિંગ્સમાં 64 રનમાં ઓલઆઉટ થનાર બાંગલાદેશ
ટીમ આજે મેચના બીજા દિવસે પણ 9પ રનમાં ડૂલ
થઈ હતી. આથી ઓસ્ટ્રેલિયાનો એક દાવ અને પ1 રને એકતરફી વિજય થયો છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 2 ટેસ્ટની શ્રેણી 1-1થી ડ્રો કરી હતી. આખી મેચ ફક્ત
7પ0 દડામાં સમાપ્ત થઈ છે અને ટેસ્ટ ઈતિહાસનો ચોથો સૌથી ટૂંકી ટેસ્ટ
મેચ બની છે. ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં દડાની સંખ્યા મુજબ સૌથી ટૂંકો ટેસ્ટ ભારત-દ. આફ્રિકા
વચ્ચેનો હતો. 2024માં કેપટાઉનમાં રમાયેલા બન્ને
ટીમ વચ્ચેનો ટેસ્ટ મેચ માત્ર 642 દડમાં ખતમ
થઈ ગયો હતો. પહેલી ટેસ્ટની શરમનજક હાર બાદ બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પ્લેયર ઓફ ધ
મેચ-સિરીઝ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની કુલ 10 વિકેટથી બીજી ટેસ્ટ
આસાનીથી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં 210 રન થયા હતા. પહેલા દિવસે 18 અને બીજા દિવસે બે સેશનમાં
જ 12 વિકેટ પડી હતી. મેચના આજે બીજા
દિવસે ઓસ્ટ્રેલિયાનો દાવ પ2.2 ઓવરમાં 210 રને સમાપ્ત થયો હતો. જેમાં
કેમરૂન ગ્રીનના 67, સ્ટિવ સ્મિથના
42 અને નાથન લિયોનના અણનમ 32 રન મુખ્ય હતા. બાંગલાદેશના
ઝડપી બોલર શોરિફૂલ ઇસ્લામે 7 વિકેટ ઝડપી
હતી. બીજા દાવમાં બાંગલાદેશના ફક્ત બે ખેલાડી કપ્તાન નઝમૂલ શાંતો (31) અને મુશફીકુર રહેમાન (29) બે આંકડે પહોંચી શક્યા હતા.
સ્ટાર્કે 4 અને કમિન્સ-લિયોને 3-3 વિકેટ લીધી હતી.