• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

માંડવીમાં ગટરનાં ગંદાં પાણીના નિકાલની સમસ્યાથી જાયેં તો જાયેં કહાં

માંડવી, તા. 23 : ઊંધી રકાબી સમું ભૂપૃષ્ઠ ધરાવતાં આ બંદરીય શહેરમાં જમીનનું ચોકસાઈપૂર્વક  લેવલિંગ સમજ્યા વગર કે નિષ્ણાત દ્વારા તાર્કિક માર્ગ નક્કી કર્યા વિના પાથરવામાં આવેલી ગટરલાઈનો ગંદાં પાણીના નિકાલ સંબંધે ઠેર ઠેર સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જૂની બેંક ઓફ બરોડા પાસેની શેરી, સ્વાલી શેરી, દીવાદાંડી રોડ વગેરે વિસ્તારમાં ગટરો ઊભરાતાં લાંબા સમયથી ગંદું અને ગંધાતું મેલું પાણી જનઆરોગ્ય અને સ્વચ્છતા-સફાઈ સામે સવાલો ખડા થયા છે. રહેવાસીઓ ત્રાસ્યા છે અને પસાર થતાં વાહનો ઉક્ત ગંદકી ઉડાડતાં હોવાથી પગે ચાલી રહેલા નાગરિકોના શરીર-વસ્ત્રો સમસમી રહે છે એવો રોષ ઠલવાયો હતો. વધારામાં પ્રવાસીઓ શહેર અને તંત્રની શાખ-આબરૂ વિશે બદતર છાપ લઈ જાય છે એ વળી લટકામાં ! સ્થાનિક તંત્રનાં જનરલ બોર્ડમાંથી વિરોધપક્ષનું નામું નખાઈ ગયું, વિરોધપક્ષ નથી પરંતુ સમસ્યાઓ નિર્મૂળ નથી થઈ તે રખે ભૂલાય! હેવાલ : દેવેન્દ્ર વ્યાસ

Panchang

dd