બેંગ્લુરુ, તા. 23 : દુલિપ ટ્રોફીમાં વન્ડર બોય
વૈભવ સૂર્યવંશીનું પદાર્પણ નિષ્ફળ રહ્યું હતું. ઇસ્ટ ઝોન તરફથી રમી રહેલો વૈભવ નોર્થ-ઇસ્ટ
ઝોન વિરૂધ્ધની કવાર્ટર ફાઇનલ મેચમાં 6 દડામાં 2 ચોગ્ગાથી
8 રને આઉટ થયો હતો. ઇસ્ટનો કેપ્ટન ઇશાન કિશન
પણ ફકત 4 રન જ કરી શકયો હતો. પહેલા દિવસની રમતના
અંતે ઇસ્ટ ઝોનના 6 વિકેટે 3પપ રન થયા હતા. સુદીપકુમાર ધરામીએ 146 રન કર્યાં હતા અને શાહબાઝ અહમદ
100 રને અણનમ રહ્યો હતો. નોર્થ-ઇસ્ટ
તરફથી ફિરોઇઝમ સિંહે 3 વિકેટ લીધી
હતી. દુલિપ ટ્રોફીની બીજી કવાર્ટર ફાઇનલ મેચમાં નોર્થ ઝોન ટીમ 2પ1 રને ઓલઆઉટ થઇ હતી. જેમાં નવમા ક્રમના અંશુલ કમ્બોજના 60 રન સર્વાધિક હતા. આયુષ બદોનીએ
પ1 રન કર્યાં હતા. વેસ્ટ ઝોન તરફથી તનુષ કોટિયા
અને તુષાર દેશપાંડેએ 4-4 વિકેટ લીધી
હતી. પહેલા દિવસના અંતે વેસ્ટ ઝોનના 2 વિકેટે 31 રન થયા હતા.