• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

એક જ દીકરી હોય તથા અનાથ દીકરી દત્તક લેનારા પરિવારોનું સન્માન

ભુજ, તા. 23 : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે `બેટી બચાઓ, બેટી પઢાઓ' અભિયાન અંતર્ગત દીકરીઓ પ્રત્યેની સામાજિક માનસિકતામાં સકારાત્મક બદલાવ હેતુ `પાંજી ધી પાંજી શાન' કાર્યક્રમ યોજાયો હતો. ભુજ સ્થિત કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માત્ર એક જ દીકરી ધરાવતા હોય તેવા પરિવારો તેમજ અનાથ દીકરીને દત્તક લઈ ઉછેરતા પરિવારોનું વિશેષ સન્માન કરાયું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ડિનરવિથ લાડલી રહ્યું હતું. દીકરીઓ અને માતા-પિતા વચ્ચેની આત્મીયતા સુદૃઢ બને તે માટે વિવિધ રમતો રમાડવામાં આવી હતી. સહભાગી દીકરી આયુષી પલણ દ્વારા ગણેશ વંદના તથા નાયસા ભટ્ટે હનુમાન ચાલીસાનું પઠન પ્રસ્તુત કર્યા હતા. સાંસદ વિનોદભાઈ ચાવડાએ ટેલિફોનિક માધ્યમથી જોડાઈને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ચાઈલ્ડ વેલ્ફેર સમિતિના ચેરમેન રીટાબેન તથા સમિતિના સભ્યો, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળાબેન વ્યાસ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની ટીમે જવાબદારી નિભાવી હતી. સંચાલન ભાવનાબેન ગરવલિયાએ કર્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd