• સોમવાર, 30 માર્ચ, 2026

ગાંધીધામ સંકુલમાં પીવાના પાણીની સ્થિતિ વિકટ બની

ગાંધીધામ, તા. 28 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો અને સંકુલ પીવાના પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. લગભગ 1 અઠવાડિયાથી જોડિયા શહેરોને પાણી સપ્લાય કરતા રામબાગ ટાંકા ઉપર માત્ર 25 થી 30 એમએલડી જ પાણી આવે છે તેના કારણે અનેક વિસ્તારોમાં સપ્લાય ઉપર ગંભીર અસર પડી છે લોકો ઉનાળાની ગરમીમાં પાણી માટે તરસી રહ્યા છે તેમ છતાં સમસ્યાનું સમાધાન ન આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.  ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોને 45 એમએલડી પાણીની જરૂરિયાત છે તેમાં 40 એમએલડી સુધી પાણી મળે તો પણ વિતરણ વ્યવસ્થા થાળે પડી શકે તેમ છે. પરંતુ હાલના સમયે 25 થી 28 અને વધુમાં વધુ 30 એમએલડી સુધીનો જ પાણીનો જથ્થો મળે છે.  જેના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે અનેક વિસ્તારોને પીવાનું પાણી મળતું નથી. લોકો મહાનગરપાલિકાના વહીવટી તંત્રને ફરિયાદો કરે છે પણ સમસ્યાનું સમાધાન થતું નથી.  ઉનાળાનો ધોમધખતો તાપ પડવાનું શરૂ થયું છે અને અસહ્ય ગરમી વચ્ચે પીવાના પાણીની તંગી થી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામીણ વિસ્તારમાં પણ સ્થિતિ સારી નથી ત્યાં પણ પીવાના પાણીનો પોકાર છે લોકો મહાનગરપાલિકાની કચેરીએ આવીને રજૂઆતો કરે છે પરંતુ પાણી પુરવઠા બોર્ડ દ્વારા જ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો આપવામાં ન આવતો હોવાથી ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં પાણીની  વિકટ સ્થિતિ ઊભી થઈ છે. પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે મહાનગરપાલિકાના વહીવટી તંત્રને બેઠક થઈ હતી ચર્ચાઓ થઈ છે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો આપવાની વાત થઈ છે પરંતુ હજુ સુધી પૂરતા પ્રમાણમાં પાણી મળે છે મળતું નથી અને જેના કારણે સંકુલના સાડા ચાર લાખ લોકો ઉપર તેની સીધી અસર જોવા મળી રહ્યું છે. થોડા સમય અગાઉ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ મહાનગરપાલિકાને 40 એમએલડી પાણી અપાતું હોવાનું દાવો કર્યો હતો. તો સામે મહાનગરપાલિકાના પાણી વિભાગના સૂત્રોને કહેવા મુજબ 25 એમએલડી જ પાણી મળે છે આ સ્થિતિમાં 15 એમએલડી પાણી ક્યાં પગ કરી જાય છે તે તપાસનો વિષય છે મળતી માહિતી મુજબ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને વરસામેડી થી રામબાગ પાણીના ટાંકા સુધી આવતી પાણીની લાઈનની તપાસ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ હાલની સ્થિતિએ મહાનગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ એ મળીને જે ગંભીર સ્થિતિ સર્જાય છે તેમાં પાણીની સમસ્યાનું સમાધાન અતિ જરૂરી અને આવશ્યક છે. - ટુ બીમાં દરરોજ પાણી વિતરણમાં પંચર પડ્યું : પીવાના પાણીની તંગી ઊભી થઈ છે રામબાગ પાણીના ટાંકા ઉપર માત્ર 25 થી 30 એમએલડી સુધીનું પાણી મળે છે તેના કારણે ટુબી અને જનતામાં દરરોજ પાણી વિતરણ કરવાની જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી તેમાં અવરોધ ઉભો થયો છે.  અઠવાડિયાથી દરરોજ પાણી મળતું નથી પાણીના અભાવે જે એક પ્રયાસ આદર્યો હતો તેમાં અવરોધ આવ્યો છે પાણીનો જથ્થો વધુ મળશે તો જ આ પ્રયાસ ને સફળતા મળે તેવી શક્યતા છે. 

Panchang

dd