• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

સામાજિક કાર્યો થકી જ જ્ઞાતિની ઉન્નતિ થાય

માધાપર, તા. 18 : મારૂ કંસારા સોની જ્ઞાતિ મંડળ માધાપર દ્વારા અખિલ કચ્છ સમાજના સ્પર્ધક વચ્ચે કરાઓકે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ નંબર તન્વીબેન પ્રિતેશ પોમલ, દ્વિતીય નંબર ભરત ત્રિભુવનદાસ પરમાર, તૃતીય  શિવમભાઇ બગ્ગાને રોકડ પુરસ્કાર - મોમેન્ટોથી જ્ઞાતિ મંડળના પ્રમુખ બિપીન પરમાર, માજી પ્રમુખ હસમુખ મૈચા અને મહિલા મંડળના પ્રમુખ કામિનીબેન બારમેડા સન્માનિત કરાયા હતા. રોકડ પુરસ્કારના દાતા સમીરભાઇ છત્રાળા, દિલીપભાઇ બગ્ગા તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. ભુજ સમાજના પ્રમુખ હિતેષભાઇ ગુજરાતીનું સમાજ પ્રત્યે દાયિત્વ નિભાવી વિવિધલક્ષી સ્કૂલની ભેટ આપવા માટે માધાપર મંડળના પ્રમુખે બહુમાન કર્યું હતું. આ પ્રસંગે હિતેષભાઇએ માધાપર મંડળને સહયોગની ખાતરી આપી, સાથે કાર્ય કરવાથી સમાજની ઉન્નતિ થશે તેવું જણાવ્યું હતું. કીર્તિભાઇ વરસાણી, મ્યુઝિક ગ્રુપના રાજ ગઢવી, પ્રગતિ વોરા, સુમનબેન પટેલ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સંગીત ક્ષેત્રે વિશારદ કરેલા સિમ્મીબેનનું નિર્ણાયક તરીકે સન્માન કરાયું હતું. નિર્ણાયક તરીકે સેવા આપનારા પ્રગતિબેને પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું કે, સોની સમાજમાં ઘણા સારા કલાકારો છે. ત્રણ નંબર આપવા ઘણું મુશ્કેલ કાર્ય હતું. ઘણા સારા કલાકારો છે, જે પોતાના સંગીત-ગીત ક્ષેત્રે આગળ વધી સમાજ ને કચ્છનું નામ રોશન કરશે. આભારવિધિ કામિનીબેન બારમેડા, સંચાલન નિખિલભાઇ કટ્ટા, સુરેશ બિજલાણીએ કર્યું હતું. ભુજ જ્ઞાતિના મંત્રી પરેશભાઇ ગુજરાતી, વસંતભાઇ પોમલ, કોઠારા ઘટકના કાંતિલાલભાઇ પોમલ, વિથોણ ઘટકના શાંતિલાલભાઇ બારમેડા, નખત્રાણાના મહેશભાઇ ચૌહાણ, મહિલા મંડળ પ્રમુખ સુધાબેન બુદ્ધભટ્ટી, લતાબેન સોલંકી, પશ્ચિમ કચ્છ નખત્રાણા દક્ષાબેન બુદ્ધભટ્ટી અને વિજયાબેન, અંજારથી વિણાબેન ગુજરાતી ઉપસ્થિત રહ્યા હતા. માધાપર મંડળના પ્રમુખ બિપીનભાઇ પરમાર તથા સર્વે સભ્યોએ સહયોગ આપ્યો હતો. 

Panchang

dd