• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

દયાપર હાઈસ્કૂલમાં તેજસ્વી તારલાઓનું સન્માન

દયાપર (તા. લખપત), તા. 18 : તાલુકાના મુખ્ય મથક ખાતે સારસ્વત સંચાલિત હાઈસ્કૂલમાં ધોરણ-10, 12ના તેજસ્વી તારલાઓનું સન્માન સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયાં હતાં. પ્રારંભમાં શાળાના આચાર્ય જિતેશગીરી ગોસ્વામીએ કહ્યું હતું કે, હાઈસ્કૂલમાં જ પુસ્તકાલય બનાવાયું છે. વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ પુસ્તક વાંચનનો લાભ લેવો જોઈએ. સોલાર સિસ્ટમ લગાવતાં વીજળી બિલમાં પણ શાળાને રાહત મળી છે. દાતાઓનો સહયોગ મળી રહ્યો છે. કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જુગરાજસિંઘ સરદારએ વક્તવ્યમાં તેજસ્વી તારલાઓને પોતાનું ભવિષ્ય નક્કી કરી આગળ વધવા હાકલ કરી હતી. માતાના મઢના અગ્રણી સુરેન્દ્રસિંહ જાડેજાએ શિક્ષકઘટની વેદના વ્યક્ત કરી. કચ્છમાં જ સેવા કરવા શિક્ષકોને અપીલ કરતાં કહ્યું હતું કે, જે કચ્છએ તમને કંઈક આપ્યું છે, તેમાંથી બદલી કરવા આંદોલન કરવું યોગ્ય નથી. કચ્છમિત્રના બ્યૂરો ચીફ વિશ્વનાથ જોશીએ ભાગ્ય તો ક્યારેક સાથ આપે પણ પુરુષાર્થ હંમેશાં સફળતા અપાવે છે. શાત્રમાં વિદ્યાર્થીના લક્ષણ શું છે, તે સમજાવ્યું હતું. હોસ્ટેલના ગૃહપતિ લાલજીભાઈ બલિયાએ રામાયણ દ્રષ્ટાંત સાથે ગુરુજનનો મહિમા વર્ણવ્યો હતો. ધોરણ - 10, 12ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક હેમેન્દ્રભાઈ ત્રિવેદીએ સ્મરણો વાગોવ્યાં હતાં. શાળાના 14 તેજસ્વી તારલાનું સન્માન કરી ઈનામ વિતરણ કરાયું હતું. વિદ્યાર્થીઓએ પણ શાળાના ઓરડાઓ માટે પંખાઓની ભેટ આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં તાલુકા શિક્ષણાધિકારી હર્ષદભાઈ પંચાલ, જીવદયામિત્ર મંડળના પ્રમુખ પુનીતભાઈ ગોસ્વામી, જય માતાજી મંડળના પ્રમુખ વિશાલભાઈ ગોર, મોડર્ન સ્કૂલના નરેન્દ્રસિંહ જાડેજા, જિતેન્દ્રભાઈ નંદાસણા, નયનભાઈ વાંઝા, નરેન્દ્રસિંહ ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. સંચાલન અશ્વિનભાઈ ડવએ કર્યું હતું. 

Panchang

dd