ભુજ, તા. 5 : અહીં
કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ તથા કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા
રાષ્ટ્રીય નેતા ગુજરાતના સહપ્રભારી સુભાષીની યાદવ, ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતા પટેલે
સરકારની નિષ્ફળતા પર આરોપ મુક્યા છે. જિલ્લા પ્રભારી સંજય અમરાણી, યાસીન ગજણ, જિલ્લા કોંગ્રેસ, પ્રમુખ
વી.કે. હુંબલના અધ્યક્ષસ્થાને જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ઉપપ્રમુખ કલ્પના
જોશીએ કાર્યક્રમને સંબોધતા દીકરીઓની સુરક્ષા, મોંઘવારી વિષય
પર ચર્ચા કરી હતી. જિલ્લા મહિલા પ્રમુખ રાધાસિંગ ચૌધરીએ મહિલાઓ શિક્ષિત હોવા છતાં
બેરોજગારીનો ભોગ બની છે. સરકાર નિષ્ફળ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. શ્રી હુંબલે
સહપ્રભારી સુભાષીની યાદવ જે પૂર્વ સાંસદ કેન્દ્રીય નેતા શરદ યાદવના પુત્રી છે. તેમ
જણાવતાં વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લામાં વધતી નશાખોરી,
બેરોજગારી, મહિલાઓના મુદ્દા, નર્મદા નીર, શિક્ષણ, આરોગ્ય,
ટ્રાન્સપોર્ટ, ખેડૂતો પર કોંગ્રેસ પક્ષ
મજબૂતીથી લડત ચલાવશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવશે તેવો વિશ્વાસ
વ્યક્ત કર્યો હતો. પ્રમુખ ગીતાબેને મહિલાઓ પર અત્યાચારો, ડ્રગ્સ-દારૂનું
દુષણ વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું. 50 ટકા બહેનોની અનામત છે ત્યારે
વધુમાં વધુ સક્ષમ બહેનો ચૂંટણી લડે તેવું આહ્વાન કર્યું હતું. સુભાષીની યાદવે
મનરેગા યોજના બચાવવા જિલ્લાઓ - તાલુકાઓમાં મનરેગા સંગ્રામ કાર્યક્રમો યોજવો અને
આગામી ચૂંટણી માટે લોકોના પ્રશ્નો માટે લડત ચલાવાશે, આંદોલનો, પ્રદર્શનો
કરી સરકારની આંખ ઉઘાડશે તેવું ઉમેર્યું હતું. જનસંવાદ કાર્યક્રમની શરૂઆત ભુજ શહેર
મહિલા કોંગ્રેસ પ્રમુખ ફાલ્ગુનીબેન તથા ગાંધીધામ કાર્યક્રમ ઉમા શેનીએ કરી હતી.
સંજયભાઈ અમરાણી, યાસીનભાઈ ગજણ, શેરબાનુબેન
ખલીફા, કિરણબેન
પોકાર, બિંદુ યાદવ, યજુર્વેન્દ્રસિંહ
જાડેજા, કિશોરદાન ગઢવી, નિતેષ લાલન,
રફીક મારા, બેલા જોશી, જુમાબેન
મહેશ્વરી, કોકિલાબેન ઘેડા, વાલજીભાઈ
દનીચા, જુમાભાઈ રાયમા, ભરત ઠક્કર
દ્વારા અનુરૂપ ઉદ્બોધન કરાયું હતું. કાર્યક્રમની વ્યવસ્થા આદીવાલ ગુંજા યાદવ,
જુમા મહેશ્વરી, રામદેવસિંહ જાડેજા, ગની કુંભાર, ધીરજ ગરવા, હુસેન
રાયમાએ સંભાળી હતી. સંચાલન લાખાજી સોઢા, ભરત ગુપ્તા, દેવેન્દ્રસિંહ ઝાલા તથા આભારવિધિ ભુજ ખાતે પુષ્પાબેન સોલંકી તથા ગાંધીધામ
ખાતે કોકિલાબેન ઘેડાએ કરી હતી.