ભુજ, તા. 5 : ગુજરાત
સરકારની સમગ્ર શિક્ષા યોજના હેઠળ અંદાજે રૂપિયા બે કરોડના માતાબર ખર્ચે તાલુકાની
દહીંસરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સુવિધાસભર ભવનનું તાજેતરમાં ભુજ
વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ
પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈએ કહ્યું હતું કે,
રાજ્યને શિક્ષણ ક્ષેત્રે આગળ લઈ જવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને આ
માટે અનેક યોજનાઓ અમલી છે, જેનો વધુ ને વધુ છાત્રો લાભ લઈને
પોતાનું ભવિષ્ય સમૃદ્ધ બનાવે તે સમયની માંગ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં
નેતૃત્વ હેઠળ શાળાના અદ્યતન સંકુલો બન્યા છે. દહીંસરા વિસ્તારમાં આ નવનિર્મિત
સંકુલ બદલ ખુશી વ્યક્ત કરીને શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે અન્ય અતિથિવિશેષ પદે
ઉપસ્થિત ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, ભુજ
તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, ભુજ તાલુકા પંચાયતના
શાસક પક્ષના નેતા રમેશદાન ગઢવીએ પ્રાસંગિક
ઉદ્બોધનમાં શૈક્ષણિક વિકાસની વાત કરી હતી. આ પ્રસંગે શિક્ષણાધિકારી સંજય પરમાર
તેમજ કર્મચારીગણ હાજર રહ્યા હતા. મહાનુભાવોનું શાલ સને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું
હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રૂા. 195 લાખના
ખર્ચે બનેલા આ સંકુલમાં ચાર વર્ગખંડ,
કોમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, સ્ટાફ રૂમ, આચાર્ય ખંડની સગવડનો સમાવેશ થાય છે. પ્રારંભે
વિદ્યાર્થીઓએ નૃત્ય, ગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો
હતો. મહેમાનોને હસ્તે દીકરીઓને સાઈકલ વિતરણ કરાયું હતું. ઉપરાંત વૃક્ષારોપણ પણ
યોજાયું હતું. કાર્યક્રમમાં ગામના સરપંચ, ઉપસરપંચ, દાતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. અંતમાં આભારવિધિ કિશોરભાઈ પિંડોરિયાએ
કરી હતી.