• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ઓપરેશન સિંદૂર બાદ ફરીથી ઊભો થયો જૈશનો મુખ્ય આતંકી અડ્ડો

નવીદિલ્હી,તા.23 : ભારત દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂરમાં જૈશ-એ-મોહમ્મદનાં બહાવલપુર સ્થિત વડામથક મરકઝ સુભાન અલ્લાહને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું હતું. જો કે નવી બહાર આવેલી તસવીરોમાં ખુલાસો થયો છે કે, છેલ્લા 1પ માસમાં આ આતંકી ઈમારતને પાછી ઉભી કરી લેવામાં આવી છે.  પાકિસ્તાન સરકારે ચડ્ડો ફરી બનાવવામાં મદદ કરી હતી. ઓપરેશન સિંદૂરમાં આ આતંકવાદી ઠેકાણાને નેસ્તનાબૂદ કરી નાખવામાં આવ્યું હતું. જો કે હાઈરિઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજ અને ગુપ્તચર અહેવાલોમાં જાણકારી સામે આવી રહી છે કે, પાકિસ્તાનમાં આ ઈમારતનું ફરીથી બાંધકામ કરી લેવામાં આવ્યું છે. પાકિસ્તાનનાં એન-પ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પંજાબ પ્રાંતમાં આશરે 100 કિ.મી. અંદર બહાવલપુરમાં આ ઈમારત બનેલી છે. જેને મરકઝ સુભાન અલ્લાહ કહેવામાં આવે છે. આ પરિસરની નવી તસવીરો સામે આવી છે. તેમાં ઝડપથી નિર્માણ થયેલું પણ જોવા મળી રહ્યું છે. ધ્વસ્ત થયેલી મસ્જિદનાં ગુંબજો ઉપર નવું પ્લાસ્ટર કરવામાં આવેલું છે.

Panchang

dd