• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

પીઓકેમાં `સમાંતર સિસ્ટમ'નું દેખાવકારોનું એલાન

નવી દિલ્હી, તા. 23 : પાકિસ્તાન કબજા હેઠળનાં જમ્મુ અને કાશ્મીર (પીઓકે) મુદ્દે પાક ઘેરાઈ રહ્યું છે. પ્રદર્શનકારીઓએ હવે સમાંતર સિસ્ટમ એટલે કે એકરીતે અલગ તંત્ર ચલાવવાની જાહેરાત કરી છે. બળવાના 76મા દિવસ પછી પણ, પ્રદર્શનકારીઓ પાકિસ્તાની સરકાર અને સેના સાથે સંઘર્ષમાં છે. હવે આવામી એક્શન કમિટીએ પીઓકેમાં સમાંતર વ્યવસ્થા લાગુ કરવાની જાહેરાત કરી છે. આ સિસ્ટમ હેઠળ, પીઓકેના દરેક ગામમાં એક રાજકીય સમિતિ, એક નાણાકીય સમિતિ અને એક સંરક્ષણ સમિતિ હશે.  સમાંતર વ્યવસ્થા હેઠળ સમિતિઓની રચનાની જાહેરાત કરતા સરદાર અમાન ખાતે કહ્યું હતું કે, એકવાર આ સમિતિઓ રચાઈ જાય, પછી તેઓ રાવલકોટમાંથી કોઈ પણ જાહેરાતનું પાલન કરશે. અહીં સૌથી રસપ્રદ પાસું સંરક્ષણ સમિતિ છે, કારણ કે પીઓકેના દરેક ગામમાં સંરક્ષણ સમિતિઓની સ્થાપના કરીને, આવામી એક્શન સમિતિનો હેતુ સ્વ-બચાવ માટે તેના બળવાને સશત્ર બનાવવાનો પણ છે. 7 જૂનથી 23 ઓગસ્ટ દરમિયાન પીઓકેમાં વિરોધીઓએ ચાર વખત રાજધાની મુઝફફરાબાદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરેક વખતે, પાકિસ્તાની રેન્જર્સે નિ:શત્ર વિરોધીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરીને તેમને અટકાવ્યા હતા. 5 જૂનથી પીઓકેમાં ઈન્ટરનેટ બંધ છે અને ત્યારથી પાકિસ્તાની રેન્જર્સ અને એફસી દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 133થી વધુ લોકો માર્યા ગયા છે. આવી સ્થિતિમાં, જે રીતે અમન ખાને દરેક ગામમાં સંરક્ષણ સમિતિઓની રચના કરવાનું આહ્વાન છે અને કહ્યું છે કે, રાવલકોટથી થયેલી જાહેરાતને અનુસરીને આ સમિતિઓ આગળ કામ કરશે, તે સ્પષ્ટપણે દેખાય છે કે, આ સશત્ર સંરક્ષણ સમિતિઓ આગામી કૂચમાં વિરોધીઓ સાથે કૂચ કરશે અને રેન્જર્સના ગોળીબારનો જવાબ આપશે.

પીઓકે `દોજખ' : બ્રિટિશ સાંસદો

નવીદિલ્હી,તા.23: પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર(પીઓકે)માં વણસતી સ્થિતિને પગલે 70થી વધુ બ્રિટિશ સાંસદોએ સંયુક્તરાષ્ટ્ર મહામંત્રી એંટોનિયો ગુટેરેસને પત્ર લખીને હસ્તક્ષેપની માગણી કરી છે. સાથોસાથ પાકિસ્તાની સુરક્ષાદળો દ્વારા કરવામાં આવી રહેલા નરસંહારને અટકાવવા અને નાગરિકોની સુરક્ષાનાં પગલાં ભરવાની અપીલ પણ કરવામાં આવી છે બ્રિટિશ સાંસદોની અપીલ પીઓકેમાં વધતી સુરક્ષાદળોની હિંસા અને અત્યાચાર વચ્ચે આવી છે. પાક. દળોની ક્રૂરતા અને દૂરાચારમાં પીઓકેમાં સેંકડો લોકોનાં મોત થયા છે અને અનેક ઘાયલ થયેલા છે. હજી પણ આ ક્ષેત્રમાં સખત નાકાબંધી, કર્ફ્યૂ અને દૂરસંચાર બંધી લાગુ છે. ગુટેરેસને લખવામાં આવેલા પત્રમાં બ્રિટિશ સાંસદોએ કહ્યું છે કે, પાક.દળોની મનસ્વી અને અમાનુષી કાર્યવાહીનાં અહેવાલોએ ગંભીર ચિંતા પેદા કરેલી છે. સંયુક્તરાષ્ટ્રનાં માનવ અધિકાર રાજદ્વારી વોલ્કર તુર્કે પણ પીઓકેનાં ઘટનાક્રમો ઉપર ચિંતા પ્રગટ કરેલી અને તેમણે અભિવ્યક્તિની આઝાદી અને મૂળભૂત અધિકારો ઉપર પાબંદીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Panchang

dd