• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

કોલકાતા લેન્ડ કરતા વિમાન ઉપર પડી લેઝર બીમ

નવી દિલ્હી, તા. 10 : કુઆલાલંપુરથી કોલકાતા આવી રહેલી મલેશિયા એરલાઇન્સની ફલાઇટ એમએચ 184 સહેજમાં અકસ્માતથી બચી હતી. હકીકતમાં લેન્ડિંગના સમયે કોકપીટ ઉપર એક લેઝર બીમ પડી હતી. પાયલટની આંખ ઉપર અચાનક તેજ પ્રકાશ પડતા તેનું ધ્યાન ભટક્યું હતું અને વિમાનને હવામાં ચક્કર કાપવું પડયું હતું. જો કે અમુક મિનિટ બાદ ફલાઇટ સફળતાપૂર્વક લેન્ડ થઈ શકી હતી. સૂત્રો અનુસાર ફલાઇટ શનિવારે રાત્રે 11.20 વાગ્યે લેન્ડ થવાની હતી પણ વિમાન રન વેથી થોડું દૂર હતું ત્યારે પાયલોટ ઉપર લેઝર બીમ પડી હતી. આ કારણથી વિમાન નક્કી સમયે ઉતરી શક્યું નહોતું અને વધુ એક ચક્કર કાપવું પડયું હતું. બાદમાં ઘટનાની અધિકારીઓને જાણકારી આપવામાં આવી હતી. આ બનાવની નોંધ લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd