ભુજ, તા. 23 : માધાપરમાં 14 વર્ષ દશ માસની સગીરા સાથે જાતીય
સતામણી થતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેની
14 વર્ષ 10 માસની સગીરા સાથે આરોપી અશોકભાઇ
વિઠ્ઠલદાસ ઠક્કર (રહે. કોટકનગર, માધાપર)એ
શારીરિક અડપલા કરી જાતીય સતામણી કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ
માધાપર પોલીસ મથકે નોંધાવતાં પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તપાસ પી.આઇ. એ.કે.
જાડેજાએ હાથ ધરી છે.