• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ચકાર (કોટડા)માં અગમ્ય કારણે યુવાનનો આપઘાત

ભુજ, તા. 23 : તાલુકાના ચકાર (કોટડા)માં નીતિનભાઈ વેલજીભાઈ મહેશ્વરી (ઉ.વ. 27) નામના યુવાને કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં લખાવાયેલી વિગતો મુજબ, હતભાગી નીતિનભાઈ પોતાના ઘરે હતો, ત્યારે કોઈ અકળ કારણે તેણે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પદ્ધર પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd