ભુજ, તા. 23 : કચ્છ યુનિવર્સિટી ખાતે સ્પર્ધાત્મક
પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના ફોટા લાયબ્રેરીના નોટિસબોર્ડ પરથી હટાવવાના મુદ્દે
ત્રણ જણા સામે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે એટ્રોસિટીની કલમો તણે ગુનો નોંધાવાયો
હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, યુનિ.ની
લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અર્થે આવતા છાત્રોને પ્રોત્સાહન મળે તે
હેતુથી અહીં વાંચીને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના ફોટો લાયબ્રેરીના
નોટિસ બોર્ડ પર લગાવાતા હોવાથી ફરિયાદીના ફોટો લગાવાયા હતા, જે
હટાવવાના મામલે પૂર્વદીપસિંહ જાડેજા, મયૂરસિંહ અને સિક્યોરિટી
ગાર્ડ મુદ્રીકા સિંઘ સામે એટ્રોસિટીની કલમો તળે ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે ગુનો નોંધી
આગળની તપાસ હાથ ધરી છે.