ગાંધીધામ, તા. 27 : ભુજ તાલુકાના માધાપર ગામમાં
બજારમાં પાકીટમાંથી 65 હજારની મતાની
ચોરી કરાઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો
છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ચોરીનો બનાવ માધાપર નવાવાસ ગ્રામ
પંચાયત પાસે રવિવારી બજારમાં ગત તા. 24ના સાંજે 6.30 વાગ્યાના
અરસામાં બન્યો હતો. ફરીયાદી મીણાબેન જેઠાભાઈ રબારી રવિવારી બજારમાં ખરીદી કરવા ગયા
હતાં.પાકીટમાં રૂ. 15 હજાર રોકડા, નાના છોકરાની હાથમાં પહેરવાની બે સોનાની પોચી,અને હાથમાં પહેરવાની ચાંદીની રૂદ્રાક્ષ
વાળી પોચી પણ રાખી હતી. માર્કેટમાં એક સ્ટોલ
ઉપર ખરીદી કર્યા બાદ પાકીટમાંથી પૈસા કાઢવા જતા પાકીટની ચેન ખુલ્લી હતી. અને તલનેમાં
રહેલા રોકડા રૂ. 14,750, અને બે સોનાની અને એક
ચાંદીની પોચી મળી આવી ન હતી. માર્કેટમાં આવેલા સીસી કેમેરામાં પણ તપાસ કરાતા
કોઈ સઘડ મળ્યા ન હતાં. પોલીસે
ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.