• ગુરુવાર, 28 મે, 2026

ડો. મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો

ભુજ, તા. 27 : ડો. મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ દ્વારા નવચેતન અંધજન મંડળ માધાપર ખાતે એસએસસી અને એચએસસી બોર્ડમાં કન્યાઓમાં પ્રથમ આવનારી વિદ્યાર્થિનીઓ, વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત દીકરીઓ તથા મહિલાઓનું સન્માન અને નિબંધ સ્પર્ધા, વાર્તા, ચિત્ર સ્પર્ધા અને પોસ્ટર માકિંગ સ્પર્ધાનાં  ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.  ટ્રસ્ટના પ્રમુખ મયૂરભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટય સાથે શરૂ થયેલા કાર્યક્રમના અતિથિવિશેષ સ્થાને  જિલ્લા યુવા વિકાસ અધિકારી  દેવાંશીબેન ગઢવી તથા નવચેતન અંધજન મંડળના જનરલ સેક્રેટરી લાલજીભાઈ  પ્રજાપતિ, મંત્રી હિમાંશુભાઈ સોમપુરા તથા ખજાનચી ઝીણાભાઈ દબાસિયાચીફ કોર્ડિનેટર દીપકભાઈ પ્રસાદ  ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયકો તરીકે  રેખાબેન પંડયા (ક્લાસ ટુ અધિકારી)શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ઉષ્માબેન શુક્લ, મિનાક્ષીબા જાડેજામમતાબેન ભટ્ટ (શિક્ષિકા) તથા પ્રો. ઝીલબેન ડાભીએ સેવા આપી હતી. `િમલે સૂર મેરા તુમ્હારા'ના પૂજાબેન અયાચીએ પ્રાર્થના રજૂ કરી હતી. કાર્યક્રમના આરંભમાં ટ્રસ્ટી  નિશાબેન મહેતાએ અતિથિઓનું સ્વાગત, મેનાજિંગ ટ્રસ્ટી વિરાજબન દેસાઈએ ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો. નવચેતન અંધજન મંડળના જનરલ સેક્રેટરી લાલજીભાઈએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું, દિયા ચૌહાણે  શિવ સ્તુતિ રજૂ કરી હતી. એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડમાં ઉચ્ચ ગુણાંક મેળવનાર, સામાન્ય પ્રવાહ, રાજ્યમાં પ્રથમ આવનારી ચેરી હરેશભાઈ ખંડોર, ઝુવેરિયા ઝહીદ ઘાંચી, વિજ્ઞાન પ્રવાહમાં સાન્વી વિજયભાઈ કૃપલાની તથા ધોરણ 10મા પ્રથમ આવનારી નંદિની  ગોસ્વામી તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત મહિલાઓ તથા દીકરીઓનું જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશીબેન ગઢવી, હિનાબેન ગંગર, ક્રિષ્નાબેન, ભાવિબેન ઠક્કરદિયા  ચૌહાણ,   શ્રુતિ તેજસભાઈ મહેતા, ભાવનાબેન સિંધલ, મિત્તલ જી. ઠક્કર, યશ્વી સંજયભાઈ શાહને સમાજમાં  વિવિધ ક્ષેત્રે પ્રદાન માટે  તેમજ ટ્રસ્ટ દ્વારા આયોજિત નિબંધ, વાર્તા, ચિત્ર તથા પોસ્ટર માકિંગ સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા હતા.  સંચાલન રીમાબેન ભાટિયાએ આભારવિધિ અદિતિ સોલંકીએ કર્યા હતા, કાર્યક્રમને સફળ બનાવવા દક્ષાબેન ભૂડિયા, રમીલાબેન પ્રજાપતિ, આશાબેન સાકરિયા તથા હરિતા કલાવૃંદના સભ્યોએ સહયોગ આપ્યો હતો.   

Panchang

dd