• ગુરુવાર, 28 મે, 2026

ભુજમાં ઘરમાં અપપ્રવેશ કરી શખ્સે યુવતી ઉપર આચર્યું દુષ્કર્મ

ગાંધીધામ, તા. 27 :  ભુજમાં શખ્સે ઘરમાં અપપ્રવેશ કરી યુવતી ઉપર અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી  વિગતો મુજબ આ બનાવ ગત તા. 23ના સાંજથી રાત્રિના અરસામાં બન્યો હતો. આરોપી મહેશ નવીન મહેશ્વરીએ ફરિયાદી યુવતીનાં  ઘરમાં ઘૂસી ગયો હતો અને મોબાઈલ તોડી નાખ્યો હતો. આરોપીએ ઝપાઝપી કરતાં તેણીને માથાંના ભાગે ઈજા પણ પહોંચી હતી. શખ્સે મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. 

Panchang

dd