ગાંધીધામ, તા. 28 : અંતરજાળમાં રહેનાર એક યુવાને
ઊંચા વ્યાજે પૈસા આપી બાદમાં તે અંગે પઠાણી ઉઘરાણી કરાતાં બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ
નોંધાઈ હતી. અંતરજાળમાં
મ્યાત્રા ફળિયામાં રહેનાર ફરિયાદી કિશોર જયરામ ગામોટ નામનો યુવાન અગાઉ ટ્રકમાં ડ્રાઈવિંગ
કરતો હતો. દરમ્યાન તેના હાથ ઉપર લાકડાના પાટિયા પડતાં તેને ઈજાઓ થઈ હતી, જેમાં ડ્રાઈવિંગ કામ ન કરી શકતાં પોતાની પાસે
કામ ન હોવાથી ઘર ચલાવવા તેણે માથકના બધા બવાને પૈસા અંગે વાત કરી હતી. શરૂઆતમાં રૂા.
20,000 15 ટકા વ્યાજે આપ્યા હતા. બાદમાં
રૂા. 30,000 પણ 15 ટકાએ વ્યાજે આપી પહેલો હપ્તો
કાપી ઓછા પૈસા આપ્યા હતા અને પછી 15-15 હજાર એમ કુલ રૂા. 80,000 15 ટકા વ્યાજે આપ્યા હતા. જેના હપ્તા આ ફરિયાદી ભરતો હતો. બાદમાં
તેની પાસે કામ, ધંધો ન હોવાથી હપ્તા ન
ભરી શકતા આરોપી તેને આદિપુરમાં મળી વ્યાજ, મૂડી ભરી દેવા ધાકધમકી
કરી હતી અને બાદમાં ઘરે આવી ઉઘરાણીની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી
આગળની તપાસ હાથ ધરી છે.