ભુજ, તા. 28 : માંડવીના વેકરા-ધુણઈ વચ્ચેની
વાડીમાં બોરવેલમાંથી વાયરચોરીનો પ્રયાસ કરનારો શખ્સ રંગેહાથ ઝડપાયો હતો. આ અંગે ગઈકાલે
ગઢશીશા પોલીસ મથકે વેકરામાં રહેતા દિનેશ વાઘજી સિયાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ વેકરા-ધુણઈ
જતા માર્ગે તેની વાડી આવેલી છે. તા. 26/3ના રાતે તેમની વાડીમાં બોરવેલનો વાયર કાપી ચોરી કરવાની કોશિશ
કરતાં આરોપી દિનેશ બાબુ કોલી (રહે. દહીંસરા)ને લોકોએ પકડી પાડયો હતો અને પોલીસને જાણ
કરી હતી. પોલીસે ચોરીના પ્રયાસનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.