ભુજ, તા. 28 : માધાપર-ભુજના ધોરીમાર્ગ સ્મૃતિવન
સામેના બિઝનેસ પાર્ક પાસે ગઈકાલે રાતે મોબાઈલમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા ભુજના શખ્સને
માધાપર પોલીસે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. તા. 26/3ના રાતે 10.30 વાગ્યાના
અરસામાં બિઝનેસ પાર્ક પાસે મોબાઈલમાં પાકિસ્તાન પ્રીમિયર લીગની લાહોર કલંદર તથા હૈદરાબાદ
કિંગ્સ મેચનો ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા મીત મુકેશભાઈ લાખાણી (રહે. આરટીઓ રિલોકેશન
સાઈટ, ભુજ)ને મોબાઈલ કિં. રૂા. 33000.44 સાથે માધાપર પોલીસે ઝડપી તેની
વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.