• સોમવાર, 30 માર્ચ, 2026

મારામારીના ઇરાદે કારથી નીકળેલા ત્રણ શખ્સ ઘાતક હથિયારો સાથે જબ્બે

ભુજ, તા. 28 : ગઇકાલે રાત્રે અંગત અદાવત અને જૂના ઝઘડાને લઇ મારામારીના ઇરાદે કારમાં તલવાર, ધારિયા જેવા ઘાતક હથિયાર સાથે નીકળેલા ત્રણ શખ્સને બાતમીના આધારે એલસીબીએ ઝડપીને કાર્યવાહી કરી હતી. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ગઇકાલે રાત્રે તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, અમુક ઇસમો પોતાની અંગત અદાવત અને જૂના ઝઘડાના કારણે મારામારી કરવાના ઇરાદે સફેદ વર્ના કારથી નીકળ્યા છે. આથી રેલવે સ્ટેશન પાસેની ડોલર હોટેલ ચાર રસ્તા ફાટક પાસે નાસીર મુર્ગીફાર્મ નજીક બાતમીવાળી વર્ના કાર નં. જીજે-18-બીજી-9292વાળીને રોકાવી કારની તલાસી લેતાં તેમાં એક તલવાર, એક ધારિયું તથા એક છરી સાથે આરોપી મોહમ્મદ અસલમ અબ્દુલગફુર સમા   (રહે. બકાલી કોલોની, કોડકી રોડ, ભુજ), મોઇન ઇબ્રાહિમ સુમરા (રહે. કેમ્પ એરિયા, ભુજ) અને એજાજ ઇબ્રાહિમ જત   (રહે. ગાંધીનગરી, ભુજ)ને ઝડપી એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Panchang

dd