• સોમવાર, 20 મે, 2024

ગુજરાતમાં ચૂંટણી સંપન્ન ; અનુમાન-અટકળો શરૂ

ચૂંટણીપંચના તનતોડ પ્રયાસો અને મતદાન માટે નીકળી પડવાની વડાપ્રધાન સહિત રાષ્ટ્રનેતાઓની અપીલ છતાં સામાન્ય મતદારોનો ઉત્સાહ જોઇએ તેટલો વધ્યો નથી લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણમાં દેખાઇ આવ્યું. મંગળવારે 11 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠક માટે મતદાન યોજાયું, જેનો સરેરાશ આંકડો 65.68 નોંધાયો, પરંતુ ગુજરાતને સંબંધ છે ત્યાં સુધી 60.13 ટકા મતદારો મતદાન મથક સુધી પહોંચ્યા. આંકડો છેલ્લી ત્રણ ચૂંટણીમાં સૌથી ઓછો છે. અહીં નોંધનીય છે કે,2014માં નરેન્દ્રભાઇ પહેલીવાર દેશની ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે ગુજરાતમાં 63.31 ટકા મતદાન અને 2019માં રાજ્યની જનતાએ 64.51 ટકા જેવું વિક્રમી મતદાન કર્યું હતું. આમ, ગયાં વર્ષની તુલનાએ ચાર ટકા જેવો ઘટાડો નોંધાતાં રાજકીય પક્ષો અટકળો કરવામાં વ્યસ્ત થઇ ગયા છે. કચ્છની બેઠકને સંબંધ છે ત્યાં સુધી અત્યાર સુધી મળેલા આંકડા પ્રમાણે 56.14 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું છે. 2019ની સરખામણીએ બે ટકાનો ઘટાડો દર્શાવે છે. સામાન્ય ચૂંટણીને લોકશાહીનાં મહાપર્વની ઉપમા અપાઇ છે. આદર્શ આચારસંહિતા પછી ચૂંટણીપંચ વધુ સક્રિય બનીને મતદારોને તેમના કર્તવ્ય પ્રત્યે જાગૃત કરવા મથી રહ્યું છે, છતાં મતદારનું આળસ દૂર નથી થતું હકીકત છે. આના પાછળના કારણોની ઉપરછલ્લી ચર્ચામાં ભીષણ ગરમી ઉપરાંત ક્ષત્રિયોની નારાજગીનો મુદ્દો ઊભર્યો છે. કાળઝાળ ગરમીમાં ઘણા મતદારોએ બહાર નીકળવાનું ટાળ્યું છે. કચ્છ-ગુજરાતમાં મતદાનની પેટર્ન જોતાં ખ્યાલ આવી જશે. સવારના ભાગમાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળ્યા. બપોરના ગાળામાં સાવ સુસ્તી જોવા મળી. સમગ્ર દેશને સંબંધ છે ત્યાં સુધી સરેરાશ મતદાનનો આંકડો 60 ટકા ઉપર જળવાઇ રહ્યો છે. ગઇ 19મી એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠક માટેની ચૂંટણીમાં 66.14 ટકા અને 26મી એપ્રિલે બીજા દોરમાં 89 બેઠક પર 66.71 ટકા મતદાન થયું હતું. એની તુલનાએ ત્રીજા રાઉન્ડમાં 65.68 ટકા મતદાન પ્રમાણમાં સાધારણ ઓછું છે. ચૂંટણીના ત્રણ તબક્કા પૂરા થયા સાથે લોકસભાની કુલ 543 બેઠક પૈકી અડધાથી વધુ 285 બેઠકની ચૂંટણી સંપન્ન થઇ ચૂકી છે. હવે 13મી, 20મી અને 25મી મે તથા 1લી જૂન એમ ચાર તબક્કામાં કુલ 259 બેઠક પર મતદાન બાકી રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર સરકાર બનાવવા માટે ચૂંટણી લડી રહ્યા છે, એમાં ગુજરાતની ચૂંટણી વિશેષ એટલા માટે છે કે, મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના છે. એટલે અહીંના મતદારના મિજાજ પર સમગ્ર દેશની નજર રહે છે. વખતે થોડું ઓછું મતદાન પરિણામની પેટર્ન પર કેવીક અસર કરશે જોવાનું રહે છે. ભાજપ બે વખતથી તમામ 26 બેઠક જીતતો આવ્યો છે, વખતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે હેટ્રિકની નેમ બાંધવાની સાથે બધી બેઠક પર પાંચ લાખની સરસાઇથી સપાટો બોલાવવાનું પ્લાનિંગ ગોઠવ્યું હતું. સંગઠનને લક્ષ્ય સાથે કામ કરવા સૂચના અપાઇ હતી. નારાજ ક્ષત્રિયોએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો. અલબત્ત, પછી સમજાવટના પ્રયાસો થયા અને જામસાહેબ તરફથી અપીલ પણ બહાર પડી હતી. બધું કેવુંક કારગર નીવડે છે તો ઇવીએમના આંકડા જાહેર થશે ત્યારે ખબર પડશે. કચ્છની વાત કરીએ, તો જિલ્લાનું મતદાન 55.77 ટકા નોંધાયું છે, પરંતુ મોરબીના સાતમા વિધાનસભા વિસ્તારમાં 58.26 ટકા મતદાનને ગણતરીમાં લેતાં કચ્છ બેઠક માટે 56.14 ટકા મતદારોએ મતાધિકારનો પ્રયોગ કર્યો છે એમ કહી શકાય. મતદાન સંપન્ન થયા પછીની સમીક્ષામાં બંને છાવણીઓ તરફથી સારા દેખાવની આશા દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં લોકસભા સાથે પાંચ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ યોજાઇ હતી. સામાન્ય ચૂંટણીનું આયોજન ખર્ચાળ હોવા ઉપરાંત જહેમત માગી  લેતું કામ છે. મહિનાઓથી થતી તૈયારી અને વ્યવસ્થાની ગોઠવણી, હજારો કર્મચારી, સુરક્ષા સ્ટાફ દિવસ-રાત એક કરે છે. વળી, પૂરી પ્રક્રિયા પારદર્શક રીતે થાય એની દરકાર લેવાય છે. આવા મહાઆયોજન અને પરિશ્રમને મતદારોનો ઊલટભેર પ્રતિસાદ મળે થોડી નિરાશાની વાત છે. અત્યાર સુધી ગુજરાત સહિત ત્રણ તબક્કામાં ચૂંટણી આયોજન સુપેરે પાર પાડવા માટે પંચને અભિનંદન આપવા રહ્યાં. એક સામાન્ય ચર્ચા પણ છે કે, આવું શા માટે બને છે ? મતદારો કથિત ભ્રષ્ટાચાર અને નકારાત્મક પ્રચારને લીધે રાજકારણથી વિમુખ થઇ ગયા છે ? આનો જવાબ ના છે. કેમ કે, ચૂંટણીની ચર્ચા ચોમેર હોય છે, પણ રાજનીતિ અને જનપ્રતિનિધિ પસંદ કરવો બંધારણે આપેલો અધિકાર છે, છતાં ઓછા મતદાન વિશેની ચર્ચા દરમ્યાન જનસામાન્યના મનમાં એવો સવાલ ઉદ્ભવે છે કે, બળબળતા ઉનાળામાં ચૂંટણી શા માટે ? યોગ્ય સમયની ગોઠવણ થઇ શકે ? એક વાત એવી પણ?છે કે, આદર્શ આચારસંહિતાની કડકાઇને લીધે માહોલ બનતો નથી. પ્રચારના છૂટાછવાયાં વાહનો કે સભા મીટિંગો સિવાય ગામડા કે શહેરોમાં ચૂંટણી જેવું લાગતું નથી હોતું. ગામમાં બેનર કે પોસ્ટર કે તોરણ લાગ્યા હોય તો સામાન્ય મતદાર આકર્ષાય છે. વખતે રાજકીય પક્ષોના પ્રચારનો ભાર ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા ઉપર વધુ રહ્યો. મહિલાઓ અને વિશેષ તો વયસ્કો પરંપરાગત પ્રચાર પદ્ધતિથી ટેવાયેલા છે. મોબાઇલમાં સોશિયલ મીડિયા એમને આકર્ષી શક્યું નથી. કચ્છમિત્રએ રાજકારણના મેદાનના કેટલાક અનુભવી યોદ્ધાઓ સાથે વાત કરી તેમાં સ્પષ્ટ અભિપ્રાય છે કે, પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓને જનતા સાથે જીવંત સંપર્ક તૂટી ગયો છે. સોશિયલ મીડિયા આવ્યા પછી બધું મોબાઇલ દ્વારા કરવાની કોશિષ થાય છે, પરંતુ માણસ-માણસ વચ્ચેની વાતચીત, સમજાવટ, આગ્રહ બંધ?થઇ ગયાં છે, જેને લીધે મતદાન વખતે ઉદાસિનતા આવી જાય છે. હવે શું ? કોયડો મોટો જરૂર છે, પરંતુ તેના ઉકેલ માટે 28 દિવસ વાટ જોવાની છે. મોદીની ગેરંટીમાં દેશની જનતાને કેવોક વિશ્વાસ છે, વિરોધ પક્ષના પરિવર્તનની હાકલનું કેવુંક પરિણામ આવે છે બધાનો જવાબ ચોથી જૂને મળી જશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang