ભુજ, તા. 12 : કચ્છની પ્રતિભાશાળી ટેનિસ ખેલાડી
સાત્વી પરાગ મર્દાનિયાએ અમદાવાદમાં પ્રતિષ્ઠિત આઈટીએફ વર્લ્ડ ટેનિસ ટુર જુનિયર (જે
30 અમદાવાદ) સ્પર્ધામાં શાનદાર
દેખાવ કરીને ખિતાબ જીત્યો છે. મૂળ માંડવીની અને ભુજમાં માસ્ટર્સ ટેનિસ એકેડેમીમાં કોચીંગ
મેળવતી સાત્વીએ ફાઈનલમાં 6-1, 6-2થી
ભવ્ય જીત મેળવી હતી. અમદાવાદ ખાતેની આઈટીએફની સ્પર્ધામાં તેણે આત્મવિશ્વાસ સાથે પ્રદર્શન
કર્યું હતું. માસ્ટર્સ એકેડેમીના યોગેશ જોશીએ તેને બિરદાવી હતી.