ભુજ, તા. 12 : માધાપરના ગંગેશ્વર રોડ પરથી
બાવળોની ઝાડીમાં પરવાના વિનાની રાખેલી દેશી બંદૂક સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો
હતો. ગઈકાલે રાતે માધાપર પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે ગંગેશ્વર
રોડ પર મોમ્સ સ્કૂલ પાછળ રહેતા દિનેશ અરવિંદ કોલી ત્યાં જ બાવળની ઝાડીમાં પોલીસને જોઈ
કંઈક સંતાડતો હતો. પોલીસે તેને બાવળોની ઝાડીમાં સંતાડેલી દેશી બનાવટની બંદૂક કિં. રૂા.
3000 સાથે ઝડપી તેના પરવાનાની પૂછા
કરતાં તેની પાસે ન હોવાથી આર્મ્સ એક્ટ તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
હતી.