ભુજ, તા. 12 : કચ્છની બે પ્રતિભાશાળી ફૂટબોલ
ખેલાડી આરતી સહદેવભાઈ બાવલિયા અને નેહા જેસિંહભાઈ બાંભણિયા રાષ્ટ્રીય સ્પર્ધા માટે
ગુજરાત ટીમમાં પસંદ થઈ છે. સબ જુનિયર બોયજની સ્પર્ધા માટે ગુજરાતની ટીમ માટેના પ્રિસ્ટેટ
કેમ્પ માટે કચ્છનો ખેલાડી સંજય મારવાડા પસંદ થયો છે. જ્યારે કચ્છનો અન્ય ખેલાડી આરુષ
રાય સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવ્યો છે.