• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

વિજયી ભવ.. આજે એશિયાકપનો ફાઇનલ જંગ

નવી દિલ્હી, તા.12 : વિમેન્સ ટી-20 એશિયાકપની ફાઇનલમાં આવતીકાલે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા સામે થશે. આ મેચમાં ટીમ ઇન્ડિયાની નજર ગત ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવા પર રહેશે. જો કે, ભારત મજબૂત છે તેમ શ્રીલંકાની ટીમનું શાનદાર ફોર્મ અને દુબઈની ધીમી પીચ જોતાં હરમનપ્રીતની ટીમ માટે આ  મેચ સરળ નહીં હોય. આ વખતે વિમેન્સ એશિયા કપની 10મી સિઝન રમાઈ રહી છે. વિમેન્સ એશિયા કપના ઈતિહાસમાં  સાતમી વખત ખિતાબ  જીતવા માટે ભારત અને શ્રીલંકાની ટીમ સામસામે ટકરાશે. આ પહેલાં ભારત અને શ્રીલંકા વચ્ચે છ વખત ફાઇનલ મુકાબલા રમાઈ ચૂક્યા છે, જેમાં ટીમ ઇન્ડિયાનું પલડું ભારે રહ્યું છે, ભારતે 5ાંચ વખત જીત મેળવી છે. નોંધનીય છે કે, સેમિફાઇનલમાં ભારતે બાંગલાદેશને અને શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, શ્રીચરણી, સ્મૃતિ મંધાના સહિતની ખેલાડીઓ પર નજર રહેશે. મહિલા એશિયા કપની શરૂઆત 2004માં થઈ હતી અને અગાઉની નવ સિઝનમાંથી ભારત સાત વખત ચેમ્પિયન બની ચૂક્યું છે, જ્યારે બાંગલાદેશ અને શ્રીલંકાની ટીમો એક-એક વખત ચેમ્પિયન બની છે. ભારતે વર્ષ 2004, 2005-06, 2006, 2008, 2012, 2016 અને 2022માં ચેમ્પિયન બનવાની સિદ્ધિ પોતાનાં નામે કરી હતી. નોંધનીય છે કે, વર્ષ 2024માં રમાયેલી વિમેન્સ એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું. ભારતે પ્રથમ બાટિંગ કરતા છ વિકેટે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમે આઠ બોલ બાકી રહેતા જ લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું. શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 43 બોલમાં 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે હર્ષિતા સમરવિક્રમાએ 69 રન ફટકાર્યા હતા. જો કે, ત્યારબાદ વર્ષ 2025ના અંતમાં શ્રીલંકાએ 5ાંચ મેચની ટી-20 સિરીઝ માટે ભારતનો પ્રવાસ કર્યો હતો, જેમાં ભારતીય ટીમે જોરદાર વાપસી કરતાં સિરીઝમાં 5-0થી ક્લિન સ્વીપ કર્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd