• શનિવાર, 18 જુલાઈ, 2026

મહાન ઓલરાઉન્ડર સોબર્સની વિદાય

બ્રિજટાઉન (બાર્બાડોઝ) તા. 17  (પીટીઆઈ) : ક્રિકેટ ઈતિહાસના મહાન ઓલરાઉન્ડરો પૈકીના એક અને વેસ્ટ ઈન્ડિઝના ભુતપૂર્વ કેપ્ટન સર ગરફિલ્ફ સોબર્સનું શુક્રવારે 89 વર્ષની વયે અવસાન થયું છે. દિગ્ગજ ક્રિકેટરના મૃત્યુની પુષ્ટિ તેમના પુત્ર ડેનિયલ દ્વારા કરવામાં આવી હતી. દિગ્ગજ ખેલાડીની વિદાયથી ક્રિકેટ જગતમાં શોક ફેલાયો હતો.  સોબર્સ પોતાનો 90મો જન્મદિવસ પૂર્ણ કરવાથી માત્ર 10 દિવસ દૂર હતા.રમતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક, સોબર્સે માર્ચ 1954થી એપ્રિલ 1974 દરમિયાન 93 ટેસ્ટ રમી અને 57.78 ની સરેરાશથી 8,032 રન બનાવ્યા, જેમાં 26 સદી અને 30 અડધી સદીનો સમાવેશ થાય છે. ડાબા હાથના બેટ્સમેન અને ડાબા હાથના ઝડપી મધ્યમ ગતિ બોલર, સોબર્સે ટેસ્ટ ક્રિકેટમાં 235 વિકેટ લીધી હતી. તેમણે એકમાત્ર વનડે રમી હતી અને એક વિકેટ લીધી હતી. 1968માં ગ્લેમોર્ગન સામે નાટિંગહામશાયર તરફથી રમતા, ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં એક ઓવરમાં છ છગ્ગા મારનાર પ્રથમ બેટ્સમેન પણ હતા. તેમના નામે ટેસ્ટ ક્રિકેટમાં 365 રનના સર્વોચ્ચ સ્કોરનો વિક્રમ પણ લાંબા સમય સુધી હતો. `એક શાનદાર ઇનિંગનો અંત આવ્યો છે. સર ગારફિલ્ડ સોબર્સ, અમારા હૃદયમાં, હવે અને હંમેશ માટે,` એમ ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝે ડ પર લખ્યું હતું. બીસીસીઆઈએ કહ્યું હતું કે સોબર્સે `પેઢીઓને પ્રેરણા આપવા માટે એક કાયમી વારસો` છોડી દીધો છે. `બીસીસીઆઈ રમતના સાચા આઇકોન અને ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક, સર ગારફિલ્ડ સોબર્સના નિધન પર શોક વ્યક્ત કરે છે

Panchang

dd