બિદડા, તા. 5 : બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે
આયોજિત સમારોહમાં ત્રણ સ્મૃતિ તકતીઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધર્મ, તપ અને સેવાભાવનાનું અનોખું સંકલન જોવા મળ્યું
હતું. કાર્યક્રમમાં અનશનવ્રતધારી પૂ. સુવિધિબાઈ મહાસતીજીની ઉછામણી નિમિત્તે રૂા. અગિયાર
લાખનું દાન હ. મનીષભાઈ વોરા તથા ખીલતીબેન વોરા (અમરસન્સ પરિવાર, નવીનાળ, કચ્છ) તરફથી અર્પણ કરવામાં આવ્યું હતું અને તે
તકતીનું અનાવરણ થયુ હતું. માલતીબેન મહેશભાઈ
શાહની સ્મૃતિમાં પાંચ લાખનું દાન સાધુ-સાધ્વી વૈયાવચ્ચ માટે હ. બકુલભાઈ શાહ દ્વારા
અર્પણ કરવામાં આવ્યું હતું. પદ્મગીતાજી મા.સા. અને ચારુશીલાજી મા.સા.ની પ્રેરણાથી અને
5000થી વધુ ઉપવાસ કરનાર કવિન્દ્રસાગરસૂરિજી
મ.સા.ના 25મા વરસીતપ અનુમોદના તથા ગિરનાર નવાણું યાત્રા
સંઘપતિ પરિવારોના સહયોગથી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સર્વ સંઘના મહાસતીજીઓ
તથા સાધુ ભગવંતોની ઉપસ્થિતિ રહી હતી અને સૌએ આશીર્વાદ પાઠવ્યા હતા. આચાર્ય મહોદયસાગરે
જણાવ્યું હતું કે અહીં વર્ષોથી અવિરત સેવાની ગંગા વહે છે. કલ્યાણજી માવજી પટેલ બાદ બચુભાઈ રાંભિયા અને વિજયભાઈ છેડા એટલે એક પછી એક
સજ્જન દ્વારા માનવસેવા કરવામાં આવે છે. ટ્રસ્ટના
ચેરમેન વિજયભાઈ છેડાએ ઉપસ્થિત સૌનું સ્વાગત
કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ટ્રસ્ટ
દ્વારા તમામ ગચ્છના સંતો માટે કોઈ પણ ભેદભાવ વગર સેવા આપવામાં આવે છે. સંતોના આરોગ્ય
માટે તાત્કાલિક રિફરની સુવિધા માટે નવી એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે જે માટે રૂપિયા એકત્રીસ લાખની રકમ માટે જયપદ્મજીમા
મા.સા.એ પ્રેરણા આપી હતી. દાતા ધનબાઈ લક્ષ્મીચંદ છેડા. હ. ખુશાલભાઈ છેડા -લાયજા -યુ.એસ.એ.
અર્પણ કરેલ છે. સાથેસાથે અહીં રહેવા,
ગોચરી અને શુદ્ધ પાણીની વ્યવસ્થા સંપૂર્ણ કાળજીપૂર્વક કરવામાં આવે છે.
આ પ્રસંગે બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા
સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટે રૂા. પચીસ લાખની રકમ વિજયભાઈ છેડા દ્વારા જાહેર કરવામાં
આવી હતી. રૂપિયા અગિયાર લાખ મોંગીબેન ટોકરશીભાઇ ફુરિયા હ. પ્રવીણભાઇ ફુરિયા (યુ.એસ.એ.)
અને રૂપિયા અઢી લાખ મનોજભાઈ સાવલા ગામ -તલવાણા પ્રેરક જયપદ્મજીમા મા.સા.
દ્વારા રૂા. પાંચ લાખ, તૃપ્તિબેન સંજીવભાઈ નંદુ ગામ બાડા પ્રેરક
જયપદ્મજી મા.સા. દ્વારા અઢી લાખનું દાન જાહેર કરાયું હતું. આચાર્ય મહોદયસાગરસૂરિજી,
અનંતરતનજી સાધુ મારાજ, જયપદ્મજી મા.સા., જીનપ્રભાજી મા.સા., જગત્ર્યાજી મા.સા., નિજાનંદગણાશ્રીમા, તારાબાઈ મહાસતી, કોકિલાબાઈ મહાસતીજી, સ્મિતાબાઈ મહાસતી, આશાબાઈ મહાસતી, પીયૂષાબાઈ મહાસતી, પદ્માગીતજી મા.સા. સહિતની નિશ્રામાં
આ કાર્યક્રમ યોજાયો હતો. કલ્યાણજીભાઈ સાવલા
`સેરો શર્ટ', મનોજભાઈ સાવલા, વલભજીભાઈ,
શશિકાંતભાઈ, જગદીશભાઈ, કેશવજીભાઈ
અને મયૂરભાઈ મોતા સહિત ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મેહુલ ગોરે, વ્યવસ્થા ભરત સંગાર, ઉમરશી ચંદે, ભાવિન ગોર, જેનિલ ગોરે સંભાળી હતી.