• ગુરુવાર, 28 મે, 2026

ભરઉનાળે ઢોરો ગામમાં પાણીની અછત સર્જાઇ : અવાડા ખાલી, લોકો પણ ત્રસ્ત

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 27 : આ તાલુકાના ઢોરો અને વજીરાવાંઢ ગામોમાં છેલ્લા 10 દિવસથી પાણીની અછતથી ગામવાસીઓની મુશ્કેલી વધી હતી. ઉનાળાની સખત ગરમી અને ઇદના તહેવારના માહોલ વચ્ચે પાણીના ટેન્કરોની ઘટથી ત્રાહિમામ લોકો ઝઘડા કરવા પર આવી ગયા હતા. ઢોરો ગામના અતાઉલ્લાહ મુતવાએ પાણી માટેની છેલ્લા કેટલાક દિવસોની અફરાતફરી અંગે અપૂરતા ટેન્કરોની સંખ્યાદેશલપુર વિસ્તારની પાણીની લાઇનોમાં ગેરકાયદેસર કનેક્શન અંગે તંત્રની મીઠી નજરને કારણભૂત ગણાવ્યું હતું. ગામના અવાડામાં પણ ઢોરો માટે પાણીની વ્યવસ્થા ન કરાવી શકતા શ્રી મુતવાએ ખેદ વ્યક્ત કરતાં  ગામના ટાંકામાં પાણી ઠલાવી અછત દૂર કરવા અંગે ભાર મૂક્યો હતો. 

Panchang

dd