• ગુરુવાર, 28 મે, 2026

અંજાર સુધરાઈ દ્વારા કરવેરામાં કરાયેલો વધારો પાછો ખેંચવા માંગ

અંજાર, તા. 27 : અંજાર સુધરાઈ દ્વારા ઓછી સુવિધા વચ્ચે વસૂલવામાં આવતા વેરા સહિતના મુદ્દે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સુધરાઈને આવેદન સુપરત કરાયું હતું. સુધરાઈના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ ટી. જાડેજાએ સુધરાઈ પ્રમુખને પાઠવેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે ગત બોડી દ્વારા  શહેરવાસીઓ પર જે 50 ટકા ટેક્સ વધારો કરવામા આવ્યો હતો તે પરત લેવડાવવા માંગ કરાઈ છે. આવકના અન્ય સ્રોત ઊભા કરીને શહેરીજનો ઉપર આર્થિક બોજ હળવો કરવા પત્રમાં અનુરોધ કરાયો છે. શહેરમાં ક્યાંય પણ સામાન્ય સફાઈ નિયમિત થતી ન હોઈ  શહેરીજનો પાસેથી વસૂલવામાં અવાતો સફાઈ વેરો અને ખાસ સફાઈ વેરો બંધ કરવા વિપક્ષે માંગ કરી છે. અંજાર નગરપાલિકાના તમામ સભ્યો દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે સરકારને રજૂઆત કરવા સર્વાનુમતે ઠરાવ  કરવા જણાવાયું હતું. અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ અને  સુધરાઈ સભ્ય યુવરાજાસિંહ વાઘેલા, દીપકભાઈ આહીરમામદશા શેખ, ઉલ્લાસભાઈ પ્રજાપતિ વગેરે જોડાયા હતા. 

Panchang

dd