• રવિવાર, 04 જાન્યુઆરી, 2026

ભોજાયમાં કિડની રોગ સારવાર કેન્દ્ર બનશે

માંડવી, તા. 2 : આરોગ્ય ક્ષેત્રે ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરી કરતી સંસ્થા ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા આરોગ્યક્ષેત્રે સુવિધામાં વધારો કરતાં માતુશ્રી વેજબાઈ ચાંપશી મારૂ અને માતુશ્રી જવેરબેન જીવરાજ ગડા કિડની રોગ સારવાર કેન્દ્રનું ભૂમિપૂજન નલિનીબેન અને ડો. મહેન્દ્રભાઈ ચાંપશી મારૂ  તથા નીનાબેન અને હરખચંદ ચાંપશી મારૂના હસ્તે કરવામાં આવ્યું હતું. સારવાર કેન્દ્ર અંગે લીલાધરભાઈ ગડા (અધા)એ જણાવ્યું હતું કે, હાલમાં ડાયાલિસીસ સેન્ટર ચાલુ છે, તેની ક્ષમતા બમણી કરવા અને કિડની રોગ માટે તપાસ, નિદાન અને સારવારની સુવિધા લોકોને આપવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ નેફ્રોલોજી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં 18 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. દાતા પરિવારે આભાર સાથે ટીમની કાર્ય પદ્ધતિની પ્રશંશા કરી હતી. આ પ્રસંગે ટ્રસ્ટી લીલાધર ગડા, લહેરચંદ નાગડા, નરેન્દ્ર ગડા, ગુલાબભાઈ પાસડ, ડો. રમેશ દેઢિયા તથા લક્ષ્મીચંદ ગાલા, બિદડા સર્વોદય ટ્રસ્ટના ડો. મયૂર મોતા, શરદ રાંભિયા, કોમલ છેડા, ડો. કિશોર વોરા, બીનાબેન, જનકલ્યાણ મેડિકલ સોસાયટીના કિરણભાઈ સંઘવી, અરાવિંદ કે. શાહ, જયેશ  શાહ, પદમપુરથી રતનશી ધોળુ, રમણીક સેંઘાણી, લુડવાથી અમૃત પટેલ, કુંવરજી પટેલ તથા નરેડી, સાભરાઈ, હાલાપર વિગેરે ગામથી મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શિવશંકર મારાજ ગંગાપરએ વિધિ કરાવી હતી.       

Panchang

dd