• રવિવાર, 04 મે, 2025

ગ્લોબલ વોર્મિંગ વચ્ચે માંડવીની કાંઠાળપટ્ટીમાં મીઠી ઝાડીના નિકંદનથી રોષ ફેલાયો

કાઠડા (તા. માંડવી), તા. 3 : ગરમીનો પારો સતત ને સતત ઊંચકાઇ રહ્યો છે, તો ગ્લોબલ વોર્મિંગનાં કારણે વાતાવરણમાં અનેક પ્રકારના ફેરફાર દેખાઇ રહ્યા છે. આ બધા વચ્ચે કાંઠાળપટ્ટીમાં પ્રકૃતિનું ખનન થઇ રહ્યાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.  અનેક પક્ષીઓની જાતિ લુપ્ત થઇ રહી છે, જેના કારણે મીઠી ઝાડી તરીકે ગણાતા લીમડા, લિયાર સહિતનાં વૃક્ષો કપાઇ રહ્યાં છે અને તેનો વેપલો ધમધોકાર થઇ રહ્યો છે. જો આ જ પરિસ્થિતિ રહી તો તેનાં પરિણામ ચિંતા જગાવનારા હશે તેવું પ્રકૃતિપ્રેમીઓ કહી રહ્યા છે. માંડવી તાલુકાની કાંઠાળપટ્ટીમાં લીમડા સહિતનાં વૃક્ષો અધવચ્ચેથી કપાઇ રહ્યા છે. જે લોકો તેની સામે કાર્યવાહી કરી શકે છે તે કાંઇ કરતા જ નથી. આ અંગે એક પર્યાવરણપ્રેમીએ કચવાટ વ્યક્ત કરતાં કહ્યું કે, તંત્ર જાગૃત નથી. જેમ માણસનું ધડ અને માથું અલગ થઇ જાય તેમ આ વૃક્ષોની આવી હાલત થઇ રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd