ગાંધીધામ, તા. 3 : શહેરમાં કિશોરીના ફોટો વાયરલ
કરવાની ધમકી આપી નાણાં પડાવી શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસના સત્તાવાર સાધનોએ
વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપી
મોહમદ હનીફ અબ્દુલ રાયમા (રહે. જૂની સુંદરપુરી ઈમામ ચોક, ગાંધીધામ)એ
પોતાના ફોનમાં પડેલા ફોટો વાયરલ કરવાની ધમકી આપી 17 વર્ષીય કિશોરી ઉપર આવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત આરોપીએ પીડિતાને ભૂંડી ગાળો આપી માર મારી બળજબરીપૂર્વક
રૂા. 10 હજાર પડાવી લીધા હતા. આ હીન
કૃત્ય કરનારા આરોપીએ ફરિયાદી પાસેથી વધુ 75 હજારની માગણી કરી હતી. આ નાણાં નહીં આપે, તો દીકરીની સગાઈ તોડાવી નાખવા તથા પરિવારના અન્ય સભ્યોના મોબાઈલ ફોન ઉપર
દીકરીના ફોટો વાયરલ કરી જાનથી મારી નાખવાની
ધમકી આપી હતી. આરોપીએ ફરિયાદીના જમાઈને પણ ફોટો મોકલી સગાઈ તોડાવી તેમજ પોતાની ફેસબુક આઈડી ઉપર પણ તસવીરો વાયરલ કરવા
સહિતનું કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં વર્ણવવામાં આવ્યું છે.