ગાંધીધામ, તા. 3 : શહેરમાં યુવાન સાથે સસ્તો આઈફોન
આપવાની લાલચ સાથે રૂા. 12500ની ઓનલાઈન
છેતરપિંડી થઈ હોવાનો મામલો પોલીસ દફતરે નોંધાયો હતો. આ અંગે જયરાજસિંહ અનોપસિંહ ગોહિલે
અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. છેતરપિંડીનો આ બનાવ ગત તા. 1/5ના સાંજે 7થી 10.30 વાગ્યા સુધી બન્યો હતો. પોલીસ
સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમ ઈન્ટસ્ટાગ્રામમાં રીલ જોઈ હતી, જેમાં આઈફોન રૂા. પાંચ હજાર સસ્તો આપવાની વાત કરવામાં આવી હતી, જેના આધારે ફરિયાદી આરોપીના સંપર્કમાં આવ્યા હતા. દરમ્યાન તહોમતદારે વિશ્વાસ
કેળવી ફરિયાદી પાસેથી જુદા-જુદા પાંચ ઓનલાઈન
વ્યવહાર કરાવી રૂા. 12500 લીધા હતા.
નાણાં આપ્યા બાદ આરોપી દ્વારા મોબાઈલ ફોન આપવા માટે જુદા-જુદા બહાના બતાવી મોબાઈલ આપ્યો
ન હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આરંભી છે.