• શનિવાર, 27 જુલાઈ, 2024

22 રાજ્યમાંથી અદાણી જૂથમાં ઈન્ટર્ન્સની ભરતી

મુંદરા, તા. 10 : દેશના યુવાધનને કોર્પોરેટ જગતમાં નવી તકો પૂરી પાડવા અદાણી ગ્રુપ અગ્રેસર બન્યું છે. તાજેતરમાં અદાણી સમર ઈન્ટર્ન પ્રોગ્રામ-2024 હેઠળ દેશભરના 22 રાજ્યમાંથી અદાણી જૂથમાં ઈન્ટર્ન્સની ભરતી કરવામાં આવી છે. જેઓ આગામી બે મહિનામાં પડકારરૂપ પ્રોજેક્ટ્સ પર કામ કરશે. વર્ષે અદાણી ગ્રૂપમાં 70 પેનલિસ્ટના સઘન પ્રયાસોથી 22 કોલેજોના 3,000થી વધુ ઉમેદવાર માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરી ટોચના 10 ટકા પસંદ કરવામાં આવ્યા છે. જેમાં એન્જિનિયરો અને નોન-એન્જિનિયર્સની ભરતી કરીને બેચને વૈવિધ્યસભર બનાવવામાં આવી છે. ભરતી પામેલ ઉમેદવારો દેશભરની અગ્રણી સંસ્થાઓ આઈઆઈએમ, આઈઆઈટી, એફએમએસ, માઈકા, ફોર સ્કૂલ, જીઆઈએમ વગેરેમાંથી પસંદ કરવામાં આવ્યા છે.  યુવાઓને માત્ર નોકરી નહીં, તેમનું ઉજ્વળ ભાવિ સુનિશ્ચિત કરવા અદાણી ગ્રુપ દ્વારા પહેલ કરવામાં આવી છે. કેડર મેનેજમેન્ટના ગ્રૂપ હેડ અનિલ કલગા જણાવે છે કે `અમારો ઉદ્દેશ અદાણી જૂથ સાથે ઇન્ટર્ન્સની સફરને વધુ અસરદાર બનાવવાનો છે. તેમને બિઝનેસ લેન્ડસ્કેપમાં આંતરદૃષ્ટિ પ્રદાન કરી શકે તેવા લીડર્સ સાથે જોડવાનો છે. કેમ્પસ સ્ટ્રેટેજીના લીડ મનીષકુમાર જણાવે છે કે, `અમે ઔપચારિક અને અનૌપચારિક સહેલગાહને એકીકૃત કરીને ઇન્ટર્ન્સને યાદગાર અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છીએ.'દેશભરમાંથી આવતી યુવા પ્રતિભાઓને કેડર પ્રોગ્રામ હેઠળ ઓનબોર્ડ કરવામાં આવે છે. પ્રોગ્રામને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે. એએએલપી (અદાણી એક્સિલરેટેડ લીડરશીપ પ્રોગ્રામ), એએમટીપી  (અદાણી મેનેજમેન્ટ ટ્રેઇની) અને ઇટી (એક્ઝિક્યુટિવ ટ્રેઇની). બે મહિનાની સફળ ઇન્ટર્નશિપ બાદ તેઓને મેરીટના આધારે પ્રી-પ્લેસમેન્ટ ઓફર કરવામાં આવશે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્ટ્રેટેજી અને બિઝનેસ ડેવલપમેન્ટ ટીમમાં ઇન્ટર્નશીપ કરતા આઈઆઈએમ ત્રિચીના અરૂણ ગોપાલ જણાવે છે કે `હું અહીં જે લીડર્સને મળ્યો તેઓ પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રના પ્રણેતા બનવાનું વિઝન ધરાવે છે.'

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang