ગાંધીધામ, તા. 21 : વર્ષોથી ખેતી અને પશુપાલન માનવજીવનના પૂરક બન્યા છે, પરંતુ આજના બદલાતા સામાજિક અને આર્થિક પરિપ્રેક્ષ્યમાં
શિક્ષણ પ્રગતિનો મૂળ પાયો છે, તેવું રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ,
નગાવલાડિયા ગ્રામ પંચાયત, આઈ હબ અને નીલ એગ્રિ.
ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ખેડૂત શક્તિકરણ મેળામાં બોલતા કહ્યું હતું. - ચેમ્બર દ્વારા ખેડૂતો માટે
અભિનંદનીય કાર્ય : દીપ પ્રાગટય
અને છોડને જળસિંચન કરીને મેળાનો આરંભ કરાવતા રાજ્યમંત્રીએ ખેતપેદાશોમાં વેલ્યૂ એડિશન, ઉત્પાદન
સાથે ભાવનો અધિકાર અને નાના પાયેથી નવી શરૂઆત કરવાની પ્રેરણા આપી હતી. તેમણે વડાપ્રધાન
નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2005માં મુખ્યમંત્રી હતા
તે અરસામાં કૃષિ મેળાની યાદ અપાવી હતી. કચ્છના 45 ડિગ્રી તાપમાન અને ઓછા
વરસાદ વચ્ચે નર્મદાજળથી સર્જાયેલા પરિવર્તનને ઐતિહાસિક લેખાવ્યું હતું. કચ્છની તાસીરને
સમજતા વૈજ્ઞાનિક અભિગમ અપનાવી કૃષિ, પશુપાલન અને ટેકનિકલ આધારિત ઉદ્યોગોમાં આગળ
વધવાની જરૂરિયાત દર્શાવી હતી. તેમણે કચ્છને બજેટમાં કૃષિ, પોલીટેકનિક
અને આર્ટસ, સાયન્સ, કોમર્સ કોલેજ,
સૈનિક સ્કૂલ, ધોળાવીરા અને મરીન ટૂરિઝમ જેવાં વિકાસકાર્યોનો
ઉલ્લેખ કરી કચ્છમાં ગાંડા બાવળને દૂર કરીને વાંસ જેવી ખેતીને પ્રોત્સાહન આપવાની વાત
કરી હતી. ચેમ્બર દ્વારા ખેડૂતો માટે કરેલાં
આ આયોજનને અભિનંદનીય લેખાવ્યું હતું. - સરકારની યોજનાઓથી ખેડૂત આર્થિક રીતે સશક્ત : ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ માતૃભાષા દિવસની શુભકામનાઓ આપતાં કહ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો
ફળ આપી રહ્યા હોવાનું કહ્યું હતું. તેમણે નર્મદાનાં
જળ વિના કચ્છની પરિસ્થિતિ અલગ હોત તેવું કહી
સરકારની સબસીડી આધારિત યોજનાઓ, ફેન્સિંગ, તળાવડી, આધુનિક યંત્રો અને પરિવહનની સુવિધા ખેડૂતોને
આર્થિક રીતે સશક્ત બનાવતી હોવાનું કહ્યું હતું.
- ખેડૂત અન્નદાતા સાથે નિકાસકાર
પણ છે : ગાંધીધામ
ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે,
ખેડૂત સશક્તિકરણ મેળો માત્ર
કાર્યક્રમ નથી, પરંતુ કચ્છની માટી મહેનત અને મનોવૃત્તિનો મહોત્સવ છે. ખેડૂત હવે અન્નદાતા
સાથે ઉદ્યોગપતિ અને નિકાસકાર પણ છે. ગાંધીધામ ચેમ્બર ખેડૂત અને બજાર વચ્ચે સેતુ બની
પ્રોસેસિંગ, પેકેજિંગ અને
બ્રાન્ડિંગ દ્વારા કચ્છની શ્રેષ્ઠ ક્વોલિટીને વૈશ્વિક ઓળખ આપવા સંકલ્પ ધરાવતી
હોવાનું જણાવ્યું હતું - પલ્પ ઈન્ડસ્ટ્રીઝ
અને કૃષિ આધારિત પ્રોસેસિંગ યુનિટ સ્થાપો : ચેમ્બરના માનદ્મંત્રી મહેશ તીર્થાણીએ પલ્પ ઈન્ડસ્ટ્રીના વિકાસની
સંભાવનાઓ દર્શાવી કચ્છને વધે વેલ્યૂ એડિશનનું
કેન્દ્ર બનાવવા આહ્વાન કર્યું હતું. કચ્છમાં પલ્પ ઈન્ડસ્ટ્રી અને કૃષિ આધારિત પ્રોસેસિંગ
યુનિટ સ્થાપવાનું આહ્વાન કરીને તેને સંબંધી
મોટા સેમિનાર આયોજન કરવાની દિશામાં ચેમ્બર કાર્યરત હોવાનું કહ્યુyં હતું. આ ઉપરાંત ઉદ્યોગ, સંશોધન, સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ
ઈકોસિસ્ટમને સાથે રાખીને કૃષિ આધારિત ઉદ્યોગોના
વિસ્તરણ માટે સક્રિય કાર્ય કરાશે તેવું ઉમેર્યું હતું. - સ્પર્ધાના યુગમાં ટેક્નોલોજીનો
ઉપયોગ કરો : નીલ એગ્રિ. ફાઉન્ડેશનના ચેરમેન અને કૃષિ
નિષ્ણાત અરજણભાઈ કાનગડે જણાવ્યું કે, પ્રગતિની દોડમાં માટીની સુગંધ ભૂલવી ન જોઈએ.
80 એકર જમીન પર 70 ગૌમાતા સાથે સંપૂર્ણ પ્રાકૃતિક
ખેતી, દેશી ખાતર અને બેક્ટેરિયા સંશોધન દ્વારા ગુણવત્તાસભર
ઉત્પાદન મેળવી વેલ્યૂ એડિશન દ્વારા સીધું ગ્રાહકો સુધી પહોંચાડવાનું મોડેલ રજૂ કર્યું
હતું. તેમણે સ્પર્ધાના યુગમાં ટેકનોલોજીનો પૂરતો ઉપયોગ કરી ખેડૂતોને સમયોચિત વિચારધારા
અપનાવવા પ્રેર્યા હતા. - કૃષિ ચેતનાને
દેશવ્યાપી બનાવવા ગ્રા.પં.ની ભૂમિકા અગત્યની : નગાવલાડિયા
સરપંચ દેવઈબેન કાનગડે ગ્રામ્ય સ્તરથી રાષ્ટ્રીય સરપંચ એસોસીએશન સુધીની યાત્રાનો ઉલ્લેખ
કરી કૃષિ ચેતનાને દેશવ્યાપી બનાવવા ગ્રામ પંચાયતોની ભૂમિકાને અગત્યની ગણાવી હતી. પ્રગતિશીલ
ખેડૂત પ્રદીપાસિંહ જાડેજાએ ખારેક, કેરી,
પપૈયા અને શેરડીની ચાર પેઢીની પરંપરાગત ખેતી તથા માર્કાટિંગ મોડેલ રજૂ
કર્યું હતું. આઈ હબના ડો. ફોરમ વાઘેલા અને
જયેશ દરજીએ આધુનિક ટેકનિક, ટિસ્યૂ કલ્ચર, પાણી-જમીન સંચાલન અને ઓછા ખર્ચે વધુ પાક અંગે માહિતી આપી હતી. ડો. અરુણ પરમારે રામકૃષ્ણ મિશન,
કુકમા ખાતે પ્રોસાસિંગ અને બાગાયતી તાલીમની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરી
ખેડૂતોના સંતાનોને સંશોધન સાથે જોડાવા અનુરોધ કર્યો હતો. ભારત ગોડાઉન સોલ્યુશન એલ.એલ.પી.ના
શ્રુતિ મહેતા અને સાગરે અનાજ સંગ્રહ મેનેજમેન્ટ એપ અંગે માહિતી આપી, જ્યારે ચંદન ચાવડાએ ઝેરમુક્ત ખેતી માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયની વાત
કરી. અંજાર એપીએમસીના સેક્રેટરી મૂળજીભાઈ મ્યાત્રાએ ઓર્ગેનિક કન્સેપ્ટ અને ખેડૂત ગ્રાહક
મંડળીની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો. કૌશિકભાઈ પીનારાએ જમીન પરીક્ષણ, માઈક્રો પ્લાનિંગ અને ગુણવત્તા સુધારણા પર માર્ગદર્શન આપ્યું. ચેમ્બર ઉપપ્રમુખ
દીપક પારેખ, ખજાનચી કૈલેશ ગોર, પૂર્વ પ્રમુખો
બચુભાઈ આહીર, મહેશ પુજ, કારોબારી સભ્યો
હરીશ માહેશ્વરી, લક્ષ્મણભાઈ આહીર, રાકેશકુમાર
જૈન, જગદીશ પટેલ, શરદ ઠક્કર, શશી ધનવાણી, રામકરણ તિવારી, એસ.આર.કે.
ઈન્સ્ટિટ્યૂટના કેમ્પસ હેડ ડો. સુરભિબેન આહીર, પ્રોફેસરો અને
વિદ્યાર્થીઓ તેમજ અંજાર, ભુજ, માંડવી, ભચાઉ, મુંદરા વિસ્તારના સરપંચો ઉપસ્થિત રહ્યા
હતા. - ખેડૂતની મહેનતને
પ્રાકૃતિક વૈજ્ઞાનિક પદ્ધતિથી સમૃદ્ધ બનાવવી જરૂરી : ગાંધીધામ, તા. 21 : ખેડૂત દેશની આર્થિક રીઢ છે,
તેની મહેનતને પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી વધુ સમૃદ્ધ બનાવવી આજની
આવશ્યકતા છે, તેવું અરજણભાઈ કાનગડે જણાવ્યું હતું. ઓર્ગેનિક ખેતી,
ગુણવત્તા નિયંત્રણ અને સીધી ગ્રાહક જોડાણની વ્યવસ્થા દ્વારા અમે ખેડૂત
સશક્તિકરણનાં સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા હોવાનું કહ્યું હતું. - કૃષિ ઊપજને
આં.રા. ગુણવત્તા સાથે જોડવા ચેમ્બર પ્રયત્નશીલ : ગાંધીધામ ચેમ્બર ખેડૂત અને વૈશ્વિક બજાર વચ્ચે સશક્ત સેતુ બની રહે તે અમારી પ્રાથમિકતા છે. વાડીથી
વિશ્વ સુધીનો વિચાર માત્ર સૂત્ર નથી, પરંતુ કચ્છના ખેડૂતોની મહેનતને યોગ્ય વિચાર
અને ઓળખ, પ્રતિષ્ઠા આપવાનો
માર્ગ છે. પ્રોસેસિંગ, બ્રાન્ડિંગ, એક્સપોર્ટ ઓરિએન્ટેડ માર્ગદર્શન દ્વારા
સ્થાનિક ઊપજને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા સાથે જોડવા પ્ર્રયત્નશીલ હોવાનું કહ્યું હતું.
- બનાવવા ગ્રા.પં.ની
ભૂમિકા અગત્યની : નગાવલાડિયા
સરપંચ દેવઈબેન કાનગડે ગ્રામ્ય સ્તરથી રાષ્ટ્રીય સરપંચ એસોસીએશન સુધીની યાત્રાનો ઉલ્લેખ
કરી કૃષિ ચેતનાને દેશવ્યાપી બનાવવા ગ્રામ પંચાયતોની ભૂમિકાને અગત્યની ગણાવી હતી. પ્રગતિશીલ
ખેડૂત પ્રદીપાસિંહ જાડેજાએ ખારેક, કેરી,
પપૈયા અને શેરડીની ચાર પેઢીની પરંપરાગત ખેતી તથા માર્કાટિંગ મોડેલ રજૂ
કર્યું હતું. આઈ હબના ડો. ફોરમ વાઘેલા અને
જયેશ દરજીએ આધુનિક ટેકનિક, ટિસ્યૂ કલ્ચર, પાણી-જમીન સંચાલન અને ઓછા ખર્ચે વધુ પાક અંગે માહિતી આપી હતી. ડો. અરુણ પરમારે રામકૃષ્ણ મિશન,
કુકમા ખાતે પ્રોસાસિંગ અને બાગાયતી તાલીમની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરી
ખેડૂતોના સંતાનોને સંશોધન સાથે જોડાવા અનુરોધ કર્યો હતો. ભારત ગોડાઉન સોલ્યુશન એલ.એલ.પી.ના શ્રુતિ મહેતા
અને સાગરે અનાજ સંગ્રહ મેનેજમેન્ટ એપ અંગે માહિતી આપી, જ્યારે
ચંદન ચાવડાએ ઝેરમુક્ત ખેતી માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયની વાત કરી. અંજાર એપીએમસીના
સેક્રેટરી મૂળજીભાઈ મ્યાત્રાએ ઓર્ગેનિક કન્સેપ્ટ અને ખેડૂત ગ્રાહક મંડળીની આવશ્યકતા
ઉપર ભાર મૂક્યો. કૌશિકભાઈ પીનારાએ જમીન પરીક્ષણ, માઈક્રો પ્લાનિંગ
અને ગુણવત્તા સુધારણા પર માર્ગદર્શન આપ્યું. ચેમ્બર ઉપપ્રમુખ દીપક પારેખ, ખજાનચી કૈલેશ ગોર, પૂર્વ પ્રમુખો બચુભાઈ આહીર,
મહેશ પુજ, કારોબારી સભ્યો હરીશ માહેશ્વરી,
લક્ષ્મણભાઈ આહીર, રાકેશકુમાર જૈન, જગદીશ પટેલ, શરદ ઠક્કર, શશી ધનવાણી,
રામકરણ તિવારી, એસ.આર.કે. ઈન્સ્ટિટ્યૂટના કેમ્પસ
હેડ ડો. સુરભિબેન આહીર, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ તેમજ અંજાર, ભુજ, માંડવી, ભચાઉ, મુંદરા વિસ્તારના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.